મુંબઈઃ સલમાન ખાનની ફિલ્મોમાં જબરદસ્ત એક્શન જોવા મળે છે. તેની ફિલ્મોમાં રોમાન્સ તો હોય જ છે પરંતુ કિસિંગ સીન નથી હોતા. સલમાન ખાન ફિલ્મોમાં કિસિંગ સીન નથી આપતા. હવે એક ઇન્ટરવ્યૂમાં સલમાને જણાવ્યું કે, તે ફિલ્મોમાં કિસિંગ અને ન્યૂડિટી માટે નથી.
એક ઇન્ટરવ્યુંમાં સલમાને કહ્યું કે, હાલ જ્યારે પણ સ્ક્રીન પર કિસિંગ સીન આવે છે તો અમને બધાને અજીબ લાગે છે. તમે જે પણ રીતે ઇચ્છો તે રીતે જોઇ શકો છો. પરંતુ હું મારું ધ્યાન હંમેશા ક્લીન સિનેમા તરફ રાખુ છું. હું ઇચ્છું છુ કે મારા બેનરમાં એવી ફિલ્મો આવે જેમા નોટીનેસ, એક્શન, રોમાન્સ હોય અને દરેક લોકો સાથે બેસીને જોઇ શકે. હું આ સતત આગળ પણ રાખીશ. જો કોઇ ફિલ્મ A રેટેડ હોય છે, તો તે એક્શનના કારણે હશે. હું ફિલ્મોમાં કિસિંગ અને ન્યુડિટી માટે બિલકુલ પણ નથી બન્યો.
તે સિવાય સલમાને પોતાને સરેરાશ અભિનેતા ગણાવ્યો છે. સાથે જ તેને કહ્યું કે શાહરુખ ખાન અને આમિર ખાન લેજેન્ડ છે. બન્નેની એક- બે ખરાબ ફિલ્મો હોય શકે છે. પરંતુ તે હંમેશા શાનદાર વાપસી કરે છે. જો
હું ફિલ્મોમાં કિસિંગ અને ન્યૂડિટી માટે નથી બન્યો, જાણો ક્યા એક્ટરે કર્યો આ ખુલાસો
abpasmita.in
Updated at:
12 Apr 2019 12:14 PM (IST)
સલમાન ખાનની ફિલ્મોમાં જબરદસ્ત એક્શન જોવા મળે છે. તેની ફિલ્મોમાં રોમાન્સ તો હોય જ છે પરંતુ કિસિંગ સીન નથી હોતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -