ભારત ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘાયલ થઈ આ હોટ એક્ટ્રેસ, સલમાન ખાન છે લીડ રોલમાં
ભારત 2019માં ઈદના તહેવાર પર રિલીઝ થશે. ફિલ્મમાં સલમાન અને દિશા ઉપરાંત કેટરીના કૈફ પણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મમાં દિશાની ભૂમિકાને લઈને મેકર્સ ખૂબ જ સાવચેત છે અને હજુ તેના વિશે કોઈ માહિતી સામે આવી નથી. રિલીઝ સુધી દિશાની ભૂમિકાની કોઈ જાણકારી બહાર ન આવે તે માટે મેકર્સ પ્રયત્ન કરી રહ્યા છે.
સૂત્રો અનુસાર દિશા તેની આ ફિલ્મ માટે ખૂબ મહેનત કરી રહી છે. નોંધનીય છે કે, ફિલ્મમાં તેની સામે સલમાન ખાન છે અને આ તેની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ છે. દિશાને ઘૂંટણના ભાગે ઈજા થઈ છે.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની ટૂંકમાં જ સલમાન ખાન સ્ટારર ફિલ્મ ભારતમાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. એવામાં સલમાન ખાન અને ફિલ્મના અન્ય કલાકાર પોતા પોતાના સિન્સને ઝડપથી શૂટ કરવામાં લાગ્યા છે. ત્યારે એક સમાચાર એવા આવ્યા છે કે ફિલ્મના શૂટિંગ સેટ પર દિશા પટની ઘાયલ થઈ ગઈ છે. ભારત માટે એક એક્શન સીન આપતા એક્ટ્રેસને ઈજા થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -