આ ગામમાં લોકોએ ન્યૂડ થઈને કરાવ્યું ફોટોશૂટ, કારણ જાણી થઈ જશો ઈમોશનલ
લંડનઃ આઈવેડ નામના એક ગામડામાં રહેતા લોકોએ ન્યૂડ થઈને ફોટોશૂટ કરાવ્યું છે. તમે વિચાર રહ્યા છો કે આગા ગામને ન્યૂડ થઈને ફોટોશૂટ કરાવાવની શું જરૂર હતી? જોકે આ ફોટોશૂટ એક કેલેન્ડર માટે કરાવવામાં આવ્યું છે જેનો ઉદ્દેશ ચેરિટી માટે રકમ મેળવવાનો હતો. આ કાર્યક્રમમાં ગામના 24 લોકોએ ભાગ લીધો હતો, જેમાં એક માળી, પર્સનલ ટ્રેનર અને કેટલાક મેકેનિક પણ સામેલ થયા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા અહેવાલ અનુસાર આઈવેડ ફોટોશૂટ 2019નું આયોજન બાળકોની દેખરેખ માટે ધન એકઠાં કરવાના ઉદ્દેશ્યથી યોજાયું હતું. આ વિચાર લોરા ચીઝમેન નામની એક બ્યૂટિશ્યિનનો હતો. 39 વર્ષની લોરો ગામમાં આશરે 15 વર્ષથી રહે છે. તેણે કહ્યું કે, મને બે અઠવાડિયા પહેલા જ આ વિચાર આવ્યો તે મેં તેને ફેસબુક પર શેર કર્યો. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અનેક લોકો આવ્યા હતાં.
લોરાએ કહ્યું કે, ઠંડીને કારણે અનેક લોકોએ પરેશાની થશે તેવું લોકોને જણાવ્યું હતું પરંતુ દરેક લોકોએ સાથ આપ્યો અને કપડા ઉતાર્યાં હતાં. ગામના એક વ્યક્તિએ જણાવ્યું કે, મને આવું કરવામાં શરમ આવી પરંતુ જ્યારે મને જાણ થઈ કે બાળકો માટે આવું કરવામાં આવી રહ્યું છે ત્યારે મેં પણ ઉત્સાહથી ભાગ લીધો હતો. પહેલી વાર આશરે 100 કેલેન્ડર છાપવામાં આવશે. જેનાથી 1200 યુરોની કમાણી થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -