ફિલ્મનું મુહૂર્ત ફિલ્મસિટી સ્ટૂડિયોઝમાં થયું. દિશા પટણીએ પણ કાસ્ટને જૉઈન કરી છે. જણાવી દઈએ કે, આ બીજી ફિલ્મ હશે જેમાં દિશા અને સલમાન એકસાથે જોવા મળશે. અગાઉ બંને ‘ભારત’ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા.
‘રાધે’માં સલમાન અને દિશા ઉપરાંત રણદીપ હુડ્ડા પણ હશે, જે વિલનનો રોલ ભજવશે. આ ઉપરાંત જેકી શ્રૉફ પણ મહત્વના પાત્રમાં જોવા મળશે. ફિલ્મું ડિરેક્શન પ્રભુદેવા કરશે અને સોહેલ ખાન તથા અતુલ અગ્નિહોત્રી ફિલ્મને પ્રૉડ્યૂસ કરી રહ્યાં છે.
ફિલ્મની કહાની વિશે વાત કરવામાં આવે તો રણદીપ હૂડા નકારાત્મક ભૂમિકા ભજવતા જોવા મળશે. તેને આ ભૂમિકા તેને પસંદ છે એટલે તેને હા પાડી. આ પહેલીવાર છે જ્યારે રણદીપ આવી ભૂમિકા નિભાવવા જઇ રહ્યો છે.
રાધે સિવાય સલમાન ખાન હાલમાં દબંગ 3 ની તૈયારીમાં વ્યસ્ત છે. જો કે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે અને સલમાન ખાન આ ફિલ્મથી 20 ડિસેમ્બરે ધમલા મચાવતા જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન ખાન 'ચુલબુલ પાંડે' તરીકે જોવા મળશે, જ્યારે અભિનેત્રી સોનાક્ષી સિંહા 'રજજો' ની ભૂમિકામાં જોવા મળશે.