મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સલમાન ખાન પોતાના નજીકના સાથીઓ અને મિત્રોને ગિફ્ટ આપીને ખુશ કરવાની તક છોડતો નથી. હાલમાં જ સલમાન ખાન ‘દબંગ 3’માં સાઉથ સ્ટાર કિચ્ચા સુદીપ સાથે જોવા મળ્યો હતો. કિચ્ચા સુદીપ દબંગ 3માં વિલનની ભૂમિકામાં જોવા મળ્યા હતા. સલમાને સુદીપના કામથી ઈમ્પ્રેસ થઈ તેને 2 કરોડની લક્ઝરીયસ બીએમડબલ્યૂ કાર ગિફ્ટમાં આપી છે.


બોલીવૂડ અભિનેતા સલમાન ખાન જાતે કાર ચલાવીને સાઉથના સુપરસ્ટાર સુદીપ કિચ્ચાના ઘરે પહોંચ્યો હતો. આ વાતનો ઉલ્લેખ સુદીપે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કર્યો છે. બોલીવૂડ અભિનેતા સલમાન ખાન તરફથી મળેલી ગીફ્ટ મેળવી સુદીપ કિચ્ચા ખૂબ જ ખુશ થયો હતો.


સુદીપે ઈન્સ્ટાગ્રામ પર કારની તસવીરો શેર કરી છે. સુદીપે કહ્યું , જો તમે સારું કામ કરો છો તો તમારી સાથે સારું જ થાય છે. આ લાઈનને સાચી સાબિત કરીને સલમાનસર બીએમડબલ્યૂ M5ની સાથે મારા ઘરે આવ્યા હતાં. આ સુંદર ગિફ્ટ તથા મારા પરિવારને આટલો પ્રેમ આપવા બદલ તમારો આભાર. તમારી સાથે કામ કરવું એ સન્માનની વાત છે. તમે મારા ઘરે આવ્યા તે માટે ઘણો જ આભાર.

સલમાન ખાને સાઉથ સ્ટાર સુદીપને આપેલી કારની કિંમત 1.7 કરોડ હોવાનો અંદાજ છે. આ પહેલાં સલમાને કિચ્ચાને પોતાનું જેકેટ પણ ગિફ્ટ કર્યું હતું. કિચ્ચા સાઉથનો જાણીતો એક્ટર છે પરંતુ તેણે બોલિવૂડમાં 'દબંગ 3'થી ડેબ્યૂ કર્યું હતું.