‘ટાઈગર ઝિંદા હૈ’ની તસવીર લીક, આવા સ્ટન્ટ કરશે સલમાન ખાન?
ટાઈગર ઝિંદા હૈની કેટલીક તસવીર પહેલા પણ લીક થઈ છે. તેમાં એક વીરાન જગ્યા બતાવવામાં આવી છે. ઉપરાંત અલી અબ્બાસ જફરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો પણ શેર કર્યો છે.
શૂટિંગની એક અન્ય તસવીર પણ સામે આવી હતી. તેમાં અનેક ગન્સ અને અન્ય હથિયાર જોવા મળ્યા હતા. કહેવાય છે કે સલમાન દસ હજાર રાઉન્ડ ફાયરની વચ્ચે શૂટિંગ કરવાના છે. ટાઈગર ઝિંદા હૈના એક્શન ડાયરેક્ટર ટોમ સ્ટ્રથર્સ છે. ફિલ્મ માટે સલમાને હોર્સ રાઈડિંગની પણ ટ્રેનિંગ લીધી છે.
મીડિયા અહેવાલ અનુસાર સલમાનની આ ફિલ્મ ક્રિસમસ પર રિલીઝ થશે. ફિલ્મના આખરી ભાગનું શૂટિંગ ચાલી રહ્યું છે. ત્યાર બાદ પોસ્ટ પ્રોડક્શનનું કામ શરૂ થશે.
આ તસવીરમાં સલમાન ખાન ખતરનાક સ્ટન્ટ કરતાં જોવા મળે છે. આ વખતે ફિલ્મનું નિર્દેશન અલી અબ્બાસ જફર કરી રહ્યા છે. આ પહેલા તે સલમાનની સાથે સુલ્તાનનું નિર્દેશન કરી ચૂક્યા છે. ટાઈગર ઝિંદા હૈની પ્રીક્વર એક થા ટાઈગરનું નિર્દેશન કબીર ખાને કર્યું હતું.
આ કારવાળી તસવીરમાં સલમાન ખતરનાક સ્ટન્ટ કરે છે. ટાઈગર ઝિંદા હૈ નામથી ટ્વિટર પર બનેલ એક પેજ ર આ તસવીરને શેર કરવામાં આવી છે. તેને ફિલ્મની લીક્ડ તસવીર ગણાવવામાં આવી છે. આ ટાઈગર ઝિંદા હૈના ક્લાઈમેક્સનો ભાગ છે. ફિલ્મનું શૂટિંગ અબુ ધાબીમાં ચાલી રહ્યું છે.
સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર ઝિંદા હૈ’ ચાલુ વર્ષેની મોસ્ટ અવેટેડ ફિલ્મ છે. પાંચ વર્ષ બાદ સાથે જોવા મળશે સલમાન ખાન અને કેટરીના કૈફ. આ બન્ને કલાકર આ ફિલ્મમાં સ્ટન્ટ કરતા જોવા મળશે. પરંતુ જો તમે સલમાનને રિલીઝ પહેલા સ્ટન્ટ કરતાં જોવા માગો છો તો મીડિયા અહેવાલ અનુસાર સલમાનની એક તસવીર ફિલ્મના ક્લાઈમેક્સનો હિસ્સો છે જે લીક થઈ ગઈ છે.