સલમાનની આ એક્ટ્રેસ પાસે સારવારના પણ પૈસા નથી, જીવલેણ બીમારી સામે લડી રહી છે
પૂજાના નજીકના લોકો જણાવે છે કે, બીમારીના કારણે તેના પતિ અને પરિવારજનોએ તેને છોડી દીધી છે. યોગ્ય રીતે ઈલાજ ન થવાને કારણે પૂજાની હાલત વધુ ખરાબ થઈ રહી છે. તે સતત નબળી પડી રહી છે. પૂજાએ ‘વીરગતિ’ ઉપરાંત ‘હિન્દુસ્તાન’ અને ‘સિન્દૂર કી સોગંધ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
જો તે મારો વીડિયો કોલ જોઈ લેશે તો કદાચ મારી મદદ કરી દેશે. હું ગોવામાં છેલ્લા ઘણા વર્ષોથી કસિનો મેનેજ કરતી હતી. મારી પાસે બિલકુલ પૈસા નથી, હું ચા પીવા માટે પણ બીજા લોકો પર નિર્ભર છું.’
પૂજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ‘મને 6 મહિના પહેલા મારી બીમારી વિશે જાણ થઈ. મેં મદદ માટે સલમાન ખાનનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ હજુ સુધી સંપર્ક થઈ શક્યો નથી.
નવી દિલ્હીઃ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ‘વીરગતિ’ (1995)ની એક્ટ્રેસ પૂજા ડડવાલ સાથે જોડાયેલ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નવભારત ટાઈમ્સના અહેવાલ અનુસાર, પૂજા હાલમાં ટીબીની બીમારીનો સામનો કરી રહી છે. તેની આર્થિક સ્થિતિ સારી ન હોવાના અહેવાલ છે. એવામાં તેની યોગ્ય રીતે સારવાર નથી થઈ રહી. પૂજા છેલ્લા 15 દિવસથી મુંબઈના શિવડી ટીબી હોસ્પિટલમાં ભરતી છે.