સલમાન ખાન હવે પોતાની કઈ માનેલી બહેનને કરશે લૉન્ચ? આ બહેનના ક્યા સ્ટાર સાથે લગ્ન ને પછી ડિવોર્સ થયેલાં?
શ્વેતા રોહિરા અને પુલકિત સમ્રાટે વર્ષ 2014માં ગોવામાં લગ્ન કર્યા હતા અને તેમાં શ્વેતાનો માનેલો ભાઇ સલમાન ખાન પણ સામેલ થયો હતો. પણ થોડાક સમય બાદ બન્નેએ ડિવોર્સ લઇ લીધા હતા. આ વાતથી સલમાન ખાન નારાજ પણ થયો હતો, અને આ બાદ પુલકિત સમ્રાટને કેટલીયે મોટી ફિલ્મોમાં કામ મળવાનું પણ બંધ થઇ ગયુ હતુ.
બન્ને વચ્ચે તલાકનું કારણ પુલકિત સમ્રાટનું એક્સ્ટ્રા મેરિયલ અફેર બતાવવામાં આવી રહ્યું હતું. એક્ટ્રેસ યામી ગૌતમ સાથે તેનુ અફેર પણ ખુબ ચર્ચામાં રહ્યું હતું.
મુંબઇઃ સલમાન ખાનની માનેલી બહેનના નામે ફેમસ થયેલી એક્ટ્રેસ શ્વેતા રોહિરા હવે બૉલીવુડમાં આગમન કરવાની છે, તેની ટ્રેનિંગ પુરી થઇ ચૂકી છે. થિએટર અને શોર્ટ ફિલ્મમાં શ્વેતા રોહિરાએ ખુબ મહેનત કરી છે. હવે તેને પોતાનો ભાઇ અને દિગ્ગજ એક્ટર સલમાન ખાન લૉન્ચ કરવા જઇ રહ્યો છે.
શ્વેતા રોહિરા સલમાન ખાનની માનેલી બહેન છે. હાલમાં શ્વેતા રોહિરા પોતાના અભિનય પર ખુબ મહેનત કરી રહી છે. શોર્ટ ફિલ્મ બાદ હવે સલમાન ખાન તેને મોટા પડદે લૉન્ચિંગ કરવાની તૈયારી કરી રહ્યો છે. સલમાન ખાનના પ્રૉડક્શન હાઉસમાં આજકાલ શ્વેતા માટે સ્પેશ્યલ સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે.