સલમાનના બોડીગાર્ડ શેરા વિરૂદ્ધ ફરિયાદ, જાણો શું લાગ્યો છે આરોપ
કુરેશીનો આરોપ છે કે શેરાએ બંદુક કાઢીને તેને ધમકાવ્યો અને તેની સાથે મારઝૂડ કરી અને પછી ભાગી ગયો. પીડિત કુરેશી હાલમાં હોસ્પિટલમાં છે. સ્થાનીક ડીસીપી સત્યનારાયણ ચૌધરી અનુસાર, અમે ફરિયાદની તપાસ કરી રહ્યા છીએ.
મુંબઈ પોલીસના પ્રવક્તા ડીસીપી અશોક દુધે અનુસાર, ઘટના 26 ઓક્ટોબરના રોજ રાત્રે 2 કલાકની છે. પીડિત અત્તર કુરેશીએ પોલીસને જણાવ્યું કે, રાત્રે તેઓ પોતાના બે મિત્રોની સાથે ઓડી કારમાં જઈ રહ્યા હતા ત્યારે ઇન્ડિયન ઓઈલ નગરની પાસે લિંક રોડ પર તેને શેરા ઉભેલો જોવા મળ્યો. કારમાં બેઠેલ મિત્રોએ કુરેશીને પોતાનો મોબાઈલ આપીને શેરા પાસે મોકલ્યો વાત કરવા કહ્યું. પરંતુ શેરા અચાનક નારાજ થઈ ગયો.
મુંબઈઃ અભિનેતા સલમાન ખાનના બોડી ગાર્ડ શેરા વિરૂદ્ધ મારઝૂડની ફરિયાદ નોંધાઈ છે. આરોપ છે કે શેરાએ અત્તર કુરેશી નામની વ્યક્તિ સાથે મારઝૂડ કરી અને તેને મારી નાખવાની ધમકી આપી. શેરા વિરૂદ્ધ 326,506 (2),323,504,34 કલમ ઉપરાંત આર્મ્સ એક્ટ અંતર્ગત પણ ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં શેરા સહિત કુલ 4 આરોપી છે.