RECORD: ધોનીના હોમ ગ્રાઉન્ડ રાંચીમાં પણ તેનાથી આગળ છે વિરાટ
ભારતીય ટીમ જો આજે મેચ જીતી જાય તો 5 મેચની સીરિઝમાં ત્રીજી જીત મેળવવાની સાથે ભારતીય ટીમ સીરિઝ પણ જીતી જશે. જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમને ટેસ્ટ બાદ વનડેમાં પણ હારનો સામનો કરવો પડી શકે છે.
વિરાટે રાંચીના જેએસસીએ મેદાન પર 1 સેન્ચુરી અને 1 હાફ સેન્ચુરીનીસાથે 216 રન બનાવ્યા છે અને જો આજે એક વખત ફરીથી વિરાટ ચાલે તો ન્યૂઝીલેન્ડ ટીમની સામે મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે.
પરંતુ પોતના હોમ ગ્રાઉન્ડ પર કેપ્ટન એમએસ ધોની અત્યાર સુધી કોઈપણ ખાસ કમાલ નથી કરી શક્યા. આ મેદાન પર રમવામાં આવેલ ત્રણ મેચમાં ધોનીએ માત્ર 10 રન બનાવ્યા છે. જ્યારે ટીમ ઇન્ડિયાના સૌથી સફલ બેટ્સમેન વિરાટ કોહલી આ મેદાન પર ધોની કરતાં આગળ છે.
ભારતીય ટીમ આજે કેપ્ટન કૂલ ધોનીના હોમ ગ્રાઉન્ડ પર જીતવાના ઈરાદા સાથે ઉતરશે કારણ કે આ મેદાન પર ભારતીય ટીમ બધા જ મેચ જીતી છે. ભારતીય ટીમ આ મેદાન પર કુલ 3 મેચ રમી છે જેમાંથી 2માં જીત અને એક મેચનું કોઈ પરિણામ આવ્યું ન હતું.
દિલ્હી વનડેમાં હાર અને પછી મોહાલીમાં એક વખત ફરી વાપસી કર્યા બાદ ટીમ ઇન્ડિયાનો વિજયરથ આજે કેપ્ટન કૂલ ધોનીના હોમ ટાઉન રાંચીમાં પહોંચી ગયો છે. સીરિઝમાં 2-1થી આગળ ચાલી રહેલી ટીમ ઇન્ડિાય બપોરે અઢી કલાકથી ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ચથો વનડે રમવા માટે મેદાનમાં ઉતરશે. ટીમ ઇન્ડિયાનો ઈરાદો સીરિઝનું પરિણામ આજે જ નક્કી કરવાનો રહેશે. જોકે ન્યૂઝીલેન્ડની ટીમ એમ આસાનીથી હાર માને તેમ નથી.