નવી દિલ્હીઃ બૉલીવુડ સ્ટાર સલમાન ખાનની ગર્લફ્રેન્ડ યૂલિયા વન્તુર વીડિયો શેર કરીને એક ખાસ એક્સપીરિયન્સ શેર કર્યો છે. ઇન્ડોનેશિયાના વાલી દ્વીપ પર મંગળવારે 6.0ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો આવ્યો હતો, આ ભૂકંપના અનુભવનો ડરાવનો વીડિયો યૂલિયા વન્તુરે શેર કર્યો છે. આ ભૂકંપની કોઇ જાનમાલને નુકશાન તો નથી થયુ પણ થોડાક ઘરોને નુકશાન જરૂર થયુ છે.


ઇન્ડોનેશિયામાં મંગળવારે ભૂકંપના આંચકા અનુભવાયા. એ સમયે સલમાન ખાનની ક્લોઝ અને કથિત ગર્લફ્રેન્ડ યૂલિયા વંતૂર પણ બાલીમાં હતી. યૂલિયાએ સોશિયલ મીડિયા પર ભૂકંપનો ઉલ્લેખ કર્યો છે.


તેણે જણાવ્યું કે આ ઘટના પછી જિંદગી પ્રત્યેનો તેનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. તેણે લખ્યું- આજે સવારે મારી ઊંઘ ધ્રુજારી સાથે એલાર્મથી ઊડી. હાલ હું બાલીમાં છું, જ્યાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. કેટલીક સેકન્ડમાં હજારો વિચાર મારા મનમાં આવી ગયા. જોકે મેં નિર્ણય કર્યો કે મારે શાંત રહેવું જોઈએ અને વિશ્વાસ રાખવો જોઈએ. મને સ્પષ્ટ ખ્યાલ આવ્યો કે કંઈ ખોટું નહીં થાય અને જેમ આવ્યો છે એમ ભૂકંપ જતો રહેશે.