કંપનીએ છેલ્લા એક વર્ષમાં તમામ પ્રોડક્ટ્સ લૉન્ચ તો કરી સાથે સાથે એડવર્ટાઈઝમેન્ટમાં પણ ઘણું જ રોકાણ કર્યું. આટલું કરવા છતા પણ કંપનીનું ભારતમાં માર્કેટ શેર વધતુ જોવા મળી રહ્યું નથી. ભારતીય બજારની વાત કરીએ તો આંકડાઓ જણાવે છે કે વિજ્ઞાપનો પર આટલો ખર્ચ કર્યા પછી પણ ઓપ્પો સ્માર્ટફોન બજારમાં ચોથા નંબર પર જ ટકેલું છે.
સતત નવી પ્રોડક્ટ્સ લાવવાનાં કારણે અને કેપિસિટી બિલ્ડિંગ પર ખર્ચ કરવાના કારણે હવે ઓપ્પો એડવર્ટાઇઝમેન્ટ પર ઓછો ખર્ચ કરવાની શરૂઆત કરી ચુક્યું છે. ઓપ્પોએ 2017માં વીવોને પછાડીને ભારતીય ક્રિકેટ ટીમને સ્પોન્સરશિપ બીડ ઝડપી હતી. આ માટે કંપની અને બીસીસીઆઈ વચ્ચે 2022 સુધીની સ્પોન્સરશિપ માટે 1079 કરોડ રૂપિયાનો કરાર થયો હતો.
ભારતીય ટીમનાં સૌથી ખરાબ સમયમાં કરારથી પાછળ હટવાનો નિર્ણય કરીને કંપનીએ એ અટકળોને જોર આપ્યું છે કે વર્લ્ડ કપમાં ભારતનાં ખરાબ પ્રદર્શન બાદ હવે આવતા 3 વર્ષ સુધી સ્પોન્સરશિપનાં પૈસા આપવાથી કંપનીને કોઈ બ્રાન્ડ વેલ્યૂ પ્રાપ્ત નહીં થાય.