20 વર્ષ બાદ હવે ટીવી પર જોવા મળશે સલમાનની આ EX-Girlfriend
જણાવીએ કે, સંગીતા બિજલાનીએ હાલમાં જ આપેલ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે ફરીથી સ્ટોપલાઈટમાં પરત ફરવા માગે છે. 57 વર્ષની સંગીતાનું કહેવું છે કે, તેને કેટલીક એડની ઓર મળી રહી છે અને તે તેને કરવાનું મન બનાવી રહી છે.
ટીવી શો ઇશ્કબાજના મેકર્સ સંગીતાને પોતાના શોમાં જોડવા માગે છે. મેકર્સનું કહેવું છે કે, સંગીતાનો ગ્લેમરસ લુક અને ગ્રે શેડ શો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. શો સાથે જોડાયેલ કેટલાક સૂત્રોનું કહેવું છે કે, એક નેગેટિવ ભૂમિકા માટે સંગીતાનો સંપર્ક કરવામાં આવ્યો અને તેમણે રોલ કરવા માટે હા પાડી દીધી છે. જ્યારે કેટલાક મીડિયા અહેવાલ અનુસાર સંગીતાએ આ શો સાથે જોડાવા અંગે કોઈપણ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
મીડિયા અહેવાલ અનુસાર સંગીતા ટૂંકમાં જ નાના પડદે એક્ટિંગ કરતી જોવા મળશે. સમાચાર છે કે, સંગીતા બિજલાની સ્ટાર પ્લસના ચર્ચિત શો ઇશ્કબાજથી નાના પડદે એન્ટ્રી કરવા જઈ રહી છે.
સલમાનની એક્સ ગર્લફ્લેન્ડ અને બોલીવુડ એક્ટ્રેસ સંગીતા બિજલાની ટૂંકમાં જ નાના પડદે ડેબ્યૂ કરવા જઈરહી છે. જણાવીએ કે, સલમાન ખાનનું નામ અનેક અભિનેત્રી સાથે જોડાતું રહે છે. તેમાંથી એક છે સંગીતા બિજલાની. સલમાનની ગર્લફ્રેન્ડ રહેલ સંગીતા એક વખત ફરીથી એક્ટિંગની દુનિયામાં ડગલું માંડવા જઈ રહી છે.
મુંબઈઃ બોલીવુડમાં પોતાની એક્ટિંગથી જાણીતી હોટ અભિનેત્રી અને ક્રિકેટર મોહમ્મદ અઝહરૂદ્દીનની એક્સ વાઈફ સંગીતા બિજલાનીના ફેન્સ તેને કોઈ ફિલ્મ કે શોમાં જોવા માટે વર્ષોથી રાહ જોઈ રહ્યા છે. જોકે હવે સંગીતાના ફેન્સ માટે એક સારા સમાચરા છે. અહેવાલ અનુસાર સંગીતા ટૂંકમાં જ સ્ટાર પ્લસના પોપ્યુલર ટીવી શો ઇશ્કબાજમાં એક ગ્લેમરસ અવતારમાં જોવા મળી શકે છે.