‘દયા ભાભી’ લઈ રહ્યા છે ‘તારક મેહતા..’માંથી બ્રેક, જાણો કારણ અને ક્યારે ફરશે પાછા

દિશા વાકાણીએ 2015માં 24મી નવેમ્બરે મુંબઈના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયૂર પડિયા સાથે લગ્ન કર્યાં હતાં.
દિશાનો જન્મ 1978માં 17 સપ્ટેમ્બરે અમદાવાદમાં થયો હતો, પરંતુ તે ભાવનગરમાં ઊછરી છે. તે સ્કૂલિંગથી જ એક્ટિંગ કરી રહી છે. દિશાને ડ્રામાટિક આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તે 2008થી સતત ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ સાથે છે.
આ શોના પ્રોડ્યુસર અસિત મોદીએ દિશાની રજાના અહેવાલોનું ખંડન કર્યું છે. તેમણે કહ્યું છે કે, દિશા હજી પણ અમારી સાથે શૂટિંગ કરી રહી છે. તે રજા પર નહિ ઊતરે. જોકે તે ટૂંક સમયમાં મેટરનિટી લીવ પર રહેશે.
અત્યારે પ્રોડ્યુસર ‘તારક મહેતા…’ માટે નવરાત્રી સ્પેશિયલ એપિસોડનું પ્લાનિંગ કરી રહ્યા છે, પરંતુ એવું ચર્ચાઈ રહ્યું છે કે, દયા ભાભી આ સ્પેશિયલ એપિસોડમાં પણ ભાગ નહિ લઈ શકે.
એક અહેવાલ મુજબ, દિશા પ્રેગ્નેન્ટ છે અને તે લાંબા સમયથી પ્રેગ્નેન્સીમાં પણ કામ કરી રહી છે, પરંતુ હવે તે મેટરનિટી લીવ લેશે. આઠ મહિનાની ગર્ભવતી થયા બાદ દિશા લગભગ પાંચ મહિનાનો આરામ કરશે. આવામાં તે 2018માં પાછી ફરશે.
મુંબઈઃ ટીવીના પોપ્યુલર કોમેડી શો તારક મેહતાના ઉલ્ટા ચશ્મા વિતેલા કેટલાક સમયથી ખૂબ ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે, એક એન્ટરટેનમેન્ટ વેબસાઈટ અનુસાર તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા પોતાના એક સીનને કારણે વિવાદોમાં ફસાઈ ગયું છે. ઉપરાંત હવે બીજા એક સમાચાર આવ્યા છે જે ‘તારક મેહતા’ દર્શકોને નિરાશ કરી શકે છે. આ શોની લીડ એક્ટ્રેસ દયા ભાભી એટલે કે દીશા વાકાણી પ્રેગ્નેન્ટ છે અને મીડિયા અહેવાલ અનુસાર તે ટૂંકમાં શો છોડીને મેટરનિટી લીવ પર જવશે. એવું કહેવાય છે કે, હવે તે 2018ના શોમાં જ પાછી ફરશે. ‘તારક મહેતા…’નો પહેલો એપિસોડ 28 જુલાઈ, 2008ના રોજ પ્રસારિત થયો હતો.