નવી દિલ્હીઃ ભારતીય મહિલા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની એક્ટ્રેસ વીણા મલિકની વચ્ચે ટ્વીટર વૉર શરૂ થઇ ગયુ છે. પાકિસ્તાનની ટીમની હૉટલ પાર્ટીના વિરોધ બાદ સાનિયા મિર્ઝાએ એક ટ્વીટ કર્યુ હતુ જેના પર નિશાન સાધતા વીણા મલિકે રિપ્લાય કરતાં ટ્વીટર વૉર શરૂ થયુ હતુ.



ખરેખર, મેન્ચેસ્ટરમાં ભારત-પાકિસ્તાન મેચ પહેલા સાનિયા મિર્ઝા પોતાના પતિ શોએબ મલિક અને તેના બાળકને લઇને એક રેસ્ટૉરન્ટમાં ગઇ હતી. આ ફોટો અને વીડિયો વાયરલ થયા બાદ તેમને ટ્રૉલ કરવામા આવ્યા હતા.


આને લઇને પાકિસ્તાની મૉડલ અને એક્ટ્રેસ વીણા મલિકે ટ્વીટ કર્યુ અને સાનિયા મિર્ઝાના બાળકને લઇને ચિંતા દર્શાવી હતી. આ વાતને લઇને સાનિયા ભડકી અને એક્ટ્રેસને આડેહાથે લેતા કહ્યું કે, હું પાકિસ્તાની ટીમની મા નથી.