બેબી શાવરની તસવીરોથી ટ્રોલ થઈ આ ટેનિસ સ્ટાર, અભિનંદન આપવાને બદલે લોકો કરી રહ્યા છે અભદ્ર ટીપ્પણીઓ
સાનિયાની તસવીરો જોતા ઘણા યુઝર્સ પાકિસ્તાનની યુવતીઓને લઈને લખી રહ્યા છે કે ત્યાંની ગર્લ્સમાં ડ્રેસિંગ સેન્સ નથી. બેબી શાવર પર પહેરેલા ડ્રેસને સોશિયલ મીડિયા પર સૌથી ખરાબ બતાવવામાં આવી રહ્યો છે. સાનિયાનો પતિ શોએબ મલિક પણ સાથે છે.
જોકે સાનિયાની આ તસવીરો પર અભિનંદન આપવાના બદલે ખરાબ કોમેન્ટ્સ કરવામાં આવી રહી છે. લગ્ન સમયે જેવી રીતે ટ્રોલ કરી હતી તેવી જ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે. યુઝર્સ લખી રહ્યા છે કે ભારતમાં છોકરાઓ મરી ગયા છે કે પાકિસ્તાનમાં લગ્ન કરી લીધા.
નવી દિલ્હીઃ જાણીતી ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા ટૂંકમાં જ મા બનવાની છે, જેને લઈને તે છેલ્લા ઘણાં સમયથી ચર્ચામાં છે. વિતેલા ઘણાં સમયથી સોશિયલ મીડિયા પર તેની બેબી બંપન સાથેનો ફોટોશૂટ તો ક્યારેક મિત્રો સાથે મોજ મસ્તીની કેટલીક તસવીર વાયરલ થતી રહી છે. હવે સાનિયાની બેબી શાવરની તસવીર સામે આવી છે, જેમાં તે ખૂબ જ ક્યૂટ જોવા મળી રહી છે.