#MeToo: બોલિવૂડના આ એક્ટરને મળી ક્લીનચિટ, જાણો શું હતો આરોપ
જાતીય શોષણના આરોપ બાદ થોડા સમય માટે સુશાંત સિંહ રાજપૂતના ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લૂ ટિક હટાવવાના અહેવાલ પણ આવ્યા હતા, જેના પર એક્ટરે કહ્યું હતું કે, તે ટિક ઘણાં સમયથી નતી અને કોઈએ તેને લઈને કોઈ નિષ્કર્ષ પર ન આવવું જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ આરોપ સામે આવ્યા બાદ સુશાંતે ખુદ તેના અને સંજનાની વચ્ચે થયેલ ચેટના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. તેણે તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. તેણે કહ્યું હતું કે, આ બધું તેનું નામ ખરાબ કરવા માટે કરવામાં આવી રહ્યું છે.
જણાવીએ કે, થોડા દિવસ પહેલા એવા અહેવાલ સામે આવ્યા હતા કે સુશાંત સિંહ રાજપૂત કો-સ્ટાર સંજના સાંધી સાથે જબરદસ્તીથી ઓવર-ફ્રેન્ડલી થવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, જેના કારણે એક્ટ્રેસ ફિલ્મ છોડવાનું મન બનાલી લીધું હતું. એવા પણ અહેવાલ આવ્યા હતા કે આ કારણે શૂટિંગ રોકવું પડ્યું હતું. જોકે, તે સમયે આ મામલે સંજના તરફથી પણ કંઈ કહેવામાં આવ્યું ન હતું અને સ્ટૂડિયોએ પણ આ વાતને નકારી કાઢી હતી.
સંજના સાંધીએ સોશિયલ મીડિયા પર આ મુદ્દે નિવેદન જારી કર્યું છે. તેણે લખ્યું, હું યૂએસમાં લોંગ ટ્રિપથી ગઈકાલે જ પરત ફી છું ત્યારે મેં ફિલ્મ કિજી ઔર મૈનીના સેટ પર ખોટા વ્યવહાર અને શોષણ સાથે જોડાયેલ અનેક નિરાધાર અહેવાલ વાંચ્યા. હું એ સ્પષ્ટ કરવા માગું છું કે મારી સાથે આવું કંઈપણ થયું નથી. મહેરબાની કરીને કલ્પનાઓ પર હવે રોક લગાવો.
નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત પર થોડા દિવસ પહેલા અપકમિંગ ફિલ્મ ‘કિજી ઔર મૈની’ની તેની કો સ્ટાર સંજના સાંધીએ તેની સાથે જાતીય શોષણનો ખોટી રીતે વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, હવે એક્ટ્રેસે ખુદ આ મામલે નિવેદન આપ્યું છે કે, આરોપોને ખોટા ગણાવતા માત્ર કલ્પના હોવાનું કહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -