સંજય દત્તની પુત્રી ત્રિશાલા દત્ત પોતાના બૉયફ્રેન્ડની યાદ કરતાં ઇન્સ્ટા પર તસવીર શેર કરી, લખ્યું કે, હું તને પ્રેમ કરુ છું, મને તારી યાદ આવી છે, તેનો બૉયફ્રેન્ડ વ્હાઇટ ટી-શર્ટ અને જીન્સ પહેરેલો દેખાઇ રહ્યો છે, ત્રિશાલા બ્લેક ડ્રેસમાં દેખાઇ રહી છે.
ત્રિશાલા દત્ત અવારનવાર પોતાના બૉયફ્રેન્ડની તસવીર સોશ્યલ મીડિયા પર શેર કરતી રહે છે. ત્રિશાલા દત્તના બૉયફ્રેન્ડનું નિધન 2જી જુલાઇએ થયુ હતું. ત્રિશાલાએ વાતની માહિતી એક પૉસ્ટ શેર કરીને આપી હતી.