બોલીવુડના ક્યા સ્ટારના લગ્નજીવનને 10 વર્ષ થતાં ફેમિલી સાથે કર્યું સેલિબ્રેશન ? જુઓ તસવીરો
મુંબઇઃ બોલિવૂડ એક્ટર સંજય દત્ત અને માન્યતા દત્તે પોતાના લગ્નને 10 વર્ષ પુરા થયાની ખુશીમાં સેલિબ્રેશન કર્યું હતું. બંન્નેએ પરિવાર સાથે સેલિબ્રેટ કર્યું હતું. માન્યતા દત્તે આ સેલિબ્રેશનની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી જેમાં માન્યતા, સંજય દત્ત, પ્રિયા દત્તની સાથે તેમના મિત્રો દેખાઇ રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App21 ઓક્ટોબર 2010ના રોજ માન્યતા દત્ત અને સંજયના બે બાળકો છે. એક દીકરો અને એક દીકરી છે. માન્યતા દત્તે ગંગાજલમાં આઇટમ સોંગ કર્યું હતું. માન્યતા દત્તનો જન્મ એક મુસ્લિમ પરિવારમાં 22, જૂલાઇ 1979ના રોજ મુંબઇમાં થયો હતો. માન્યતાનું વાસ્તવિક નામ દિલનવાઝ શેખ છે.
સંજય દત્ત અને માન્યતા દત્તે 7 ફેબ્રુઆરી 2008ના રોજ ગોવામાં લગ્ન કર્યા હતા. માન્યતા સંજય દત્તથી 20 વર્ષ નાની છે. માન્યતાની ઉંમર 38 વર્ષ છે જ્યારે સંજય દત્તની ઉંમર 57 વર્ષ છે.
જોકે, સેલિબ્રેશનમાં સંજય દત્તની મોટી દીકરી ત્રિશાલા સામેલ થઇ શકી નહોતી. માન્યતાએ લખ્યું હતું કે, અમે તને ખૂબ યાદ કરી રહ્યા છીએ. ત્રિશાલાએ પણ કોમેન્ટમાં લખ્યું કે, હું પણ મારા પરિવારની યાદ કરી રહી છું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -