સંજય દત્તે ખોલ્યુ સંજુનું રાજ, કહ્યું- સૌથી પહેલા આ વ્યક્તિએ હિરાનીને આપી હતી સંજુ ફિલ્મ બનાવવાની સલાહ
સંજય દત્તે જણાવ્યું કે, તેની જિંદગીમાં બે મહિલાઓ મોટી ભૂમિકામાં છે. એક તેની માં અને બીજી તેની પત્ની માન્યતા દત્ત. સંજયે કહ્યું કે, જ્યારે તે જેલમાં હતો ત્યારે તેની પત્ની ખુબજ જવાબદારીથી બાળકોને સંભાળી રહી હતી અને વિશ્વાસ અપાવ્યો હતો કે બધુ બરાબર થઇ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંજય દત્તે જણાવ્યું કે, તે અમેરિકામાં પોતાની સારવાર કરાવી રહ્યો હતો. ત્યારે ટ્રીટેમેન્ટ સેન્ટર પર તેના પિતા સુનિલ દત્તે કેટલીક ટેપ ભારતમાં મોકલી હતી, જેને સંજય દત્તને સંભળાવવાનું કહેવામાં આવ્યું હતું. સંજયે જ્યારે તેને સાંભળી તો તેની જિંદગી બદલાઇ ગઇ.
સંજય દત્તે મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ખરેખરમાં રાજકુમાર હિરાનીને મારા ઉપર ફિલ્મ બનાવવા સલાહ મારી પત્ની માન્યતાએ આપી હતી, તેને હિરાનીને મારી જિંદગી સાથે જોડાયેલી 2-3 ઘટનાઓ સંભળાવી, તે સાંભળીને સ્તબ્ધ થઇ ગયા, ત્યારબાદ તેમને મારા પર ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો હતો.
સંજયે જણાવ્યું કે, તે ટેપમાં તેની માતા નરગિસનો અવાજ હતો. તેને સાંભળીને તેને નિર્ણય કરી લીધો કે તે જિંદગીમાં ક્યારેય પણ ડ્રગ્સ નહી લે.
સંજુની ધમાકેદાર સફળતા અને કમાણીને અત્યાર બૉલીવુડમાં સૌથી વધુ ચર્ચામાં છે. ત્યારે સંજય દત્ત અને તેના જીવનની ઘણીબધી ઘટનાઓના ખુલાસો સામે આવી રહ્યાં છે. હવે આ ફિલ્મ કઇ રીતે બની અને સૌથી પહેલા હિરાનીને કોને સલાહ આપી તે અંગેનો ખુલાસો ખુદ સંજય દત્તે એક ઇન્ટરવ્યૂમાં કર્યો છે.
નવી દિલ્હીઃ સંજય દત્તની બાયૉપિક હાલ બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે, ત્યારે એક મીડિયાની આપેલા ઇન્ટરવ્યૂમાં સંજય દત્તે એક ખાસ રાજ ખોલ્યુ છે. જેમાં સૌથી પહેલા સંજુ બનાવવાના વિચારને લઇને ખુલાસો થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -