રાજ્યના 21 સિનિયર IAS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મુકાયા?
અમદાવાદ: ગુજરાત રાજ્યના 21 આઈએએસ અધિકારીઓની બદલી કરાતા રાજ્યના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો થયા છે. 1985 બેચના એ.એમ.તિવારીને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ બનાવાયા છે. જીએનએફસીના એમડી તરીકે કાર્યરત ડો. રાજીવ કુમાર ગુપ્તાને ગાંધીનગર ખાતે શ્રમ અને રોજગાર વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે મૂકવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં મૂકાયા છે જ્યારે શિક્ષણ વિભાગનો ચાર્જ અંજુ શર્માને સોંપાયો છે. સુનયના તોમરને પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટની જવાબદારી સોંપાઇ છે.
રાજીવ ગુપ્તાને શ્રમ અને રોજગારમાંથી બદલી વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે મૂકાયા છે. વિપુલ મિત્રાને ટ્રાન્સપોર્ટમાંથી બદલી શ્રમ અને રોજગારની જવાબદારી સોંપાઇ છે. વિકાસ કમિશનર મનોજ અગ્રવાલને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં મૂકાયા છે.
વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્યસચિવ અરવિંદ અગ્રવાલની નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ એમ એસ ડાગુરની ગુજરાત નર્મદા ફર્ટીલાઇઝર કંપનીના એમડી તરીકે નિમણૂક અપાઇ છે.
વડોદરા મ્યુનિ. કમિશનર વિનોદ રાવને ખસેડીને કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના સચિવ તરીકે મૂકવામાં આવ્યા છે. જ્યારે અજય ભાદુ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બનાવાયા છે. અન્ય વરિષ્ઠ અધિકારીઓની બદલીઓમાં ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એમ. એસ. ડાગુરને ભરૂચ ખાતેની જીએનએફસીમાં એમડી તરીકે મુકાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -