નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર સંજય દત્ત પોતાની આગામી ફિલ્મ પ્રસ્થાનના પ્રમોશનમાં વ્યસ્ત છે. જેમાં તે બાહુબલી નેતા બલદેવ પ્રતાપ સિંહની ભૂમિકામાં જોવા મળશે. તે સતત ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે. તાજેતરમાં જ સંજય પોતાની ફિલ્મની આખી કાસ્ટ સાથે ધ કપિલ શર્મા શોમાં પહોંચ્યો હતો. આ દરમિયાન તેની પત્ની માન્યતા દત્ત પણ હાજર હતી. સંજય દત્તે ખુલાસો કર્યો હતો કે એક વખત ડાકુઓએ તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો.

કપિલ શર્માએ સંજય દત્તને પૂછ્યું કે, એક અફવા છે કે ફિલ્મ જીને દોનું શૂટિંગ ચાલી રહ્યુ હતુ અને ડાકુઓએ તમારુ અપહરણ કરી લીધુ હતું. સંજયે કહ્યું કે, ડાકુઓએ પ્રયાસ કર્યો હતો. રૂપા ડાકુ આ સમયે ગેંગને ઓપરેટ કરતો હતો. હું નાના હતો તો તેમણે મને ખોળઆમાં બેસાડી લીધો હતો અને મારા પિતાને પૂછ્યુ હતું કે, ફિલ્મમા તમે હજુ સુધી કેટલો ખર્ચ કર્યો છે. તેમણે કહ્યું 15 લાખ રૂપિયા. ત્યારબાદ તેમણે પૂછ્યુ કે જો આને (સંજય દત્ત) ઉઠાવીને લઇ જઇશું તો કેટલા રૂપિયા આપશો. સંજયે કહ્યુ કે, આ ઘટના બાદ પિતાએ તેને અને તેની માતા નરગિસને પાછા મુંબઇ મોકલી દીધા હતા.

કપિલે ચંકી પાંડેને પણ એક અફવાને લઇને સવાલ કર્યો હતો. તેમણે પૂછ્યુ કે તમારા વિશે સાંભળ્યુ છે કે સ્ટ્રગલના દિવસોમાં પીસીઓમાં કોઇન નાખીને વાત કરતા હતા અને કોઇ સાથે એક દોરો બાંધીને રાખતા હતા જેથી વાત ખત્મ થયા બાદ કોઇન પાછા કાઢી શકો. જેના જવાબમાં ચંકી પાંડેએ કહ્યું કે, હું એસડીટી કોલમાં પણ આવું કરતો હતો. હા એ વાત સાચી છે. નોંધનીય છે કે ફિલ્મ પ્રસ્થાનમ 20 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થઇ રહી છે.