નવી દિલ્હીઃ ભારતીય બેડમિન્ટન ખેલાડી સૌરભ વર્માએ રવિવારે અહી વિયેતનામ ઓપન બીડબલ્યૂએફ ટૂર સુપર 100 ટુનામેન્ટના પુરુષ સિંગલ ફાઇનલમાં ચીનના સુન ફેઇ શિયાંગને હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું. સૌરભે આ ફાઇનલ એક કલાક 12 મિનિટમાં જીતી હતી. સૌરભે શિયાંગને 21-12,17-21,21-14થી હાર આપી હતી. વર્તમાન રાષ્ટ્રીય ચેમ્પિયન સૌરભે આ વર્ષે હૈદરાબાદ ઓપન અને સ્લોવેનિયાઇ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપનું ટાઇટલ જીતી ચૂક્યો છે.
વર્લ્ડ રેન્કિંગમાં 38મું સ્થાન ધરાવતું આ ખેલાડી હવે 24થી29 સપ્ટેમ્બર સુધી રમાનારા કોરિયા ઓપન વિશ્વ ટૂર સુપર 500 ટુનામેન્ટમાં રમશે. જેની ઇનામ રાશિ ચાર લાખ ડોલર છે. સૌરભે પ્રથમ ગેમમાં દબદબાની સાથે શરૂઆત કરતા 4-0ની લીડ મેળવી છે. બ્રેકના સમયે તે 11-4થી આગળ હતો. બ્રેક બાદ તેણે આ લય બનાવી રાખી અને સ્કોરને 15-4 કરી દીધો હતો. સુને વાપસીની કોશિષ કરી હતી પરંતુ સૌરભે સરળતાથી પ્રથમ ગેમ જીતી લીધી હતી. બીજી ગેમમાં સુને શાનદાર રમત બતાવી હતી અને 8-0ની લીડ મેળવી હતી. બ્રેકના સમય તેની લીડ 11-5ની હતી. બ્રેક બાદ પણ સૌરભે સંઘર્ષ કરતા જોવા મળ્યો હતો જેનો ફાયદો ઉઠાવતા સુને પોતાના નામે કર્યો હતો. નિર્ણાયક ગેમની શરૂઆતમાં 26 વર્ષના સૌરભે 2-4થી પાછળ રહ્યા બાદ પરંતુ બ્રેક સુધી તેણે 11-7ની લીડ કાયમ રાખી હતી. મધ્યપ્રદેશના આ ખેલાડીએ છેલ્લા વર્ષે ડચ ઓપન અને કોરિયા ઓપનનું ટાઇટલ જીતી ચૂક્યો છે.