સંજય દત્તે પણ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. સંજય દત્તે વીડિયો શેર કરતા કહ્યું, "નમસ્તે, આપણો દેશ એક મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે, ખૂબ જ મુશ્કેલ તબક્કો, તેથી આપણે બધાએ સાથે મળીને તેનો સામનો કરવો પડશે અને આ કોરોના વાયરસને કાયમ માટે દૂર કરવો પડશે."
વીડિયોમાં સંજય દત્તે વધુમાં કહ્યું કે આથી જ હું તમને બધાને સરકારના આદેશનું પાલન કરવા અને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરું છું. સંજય દત્તના આ વીડિયોને લગભગ સાડા ત્રણ લાખ કરતા વધારે લાઈક્સ મળ્યા છે.
આ પહેલા અક્ષય કુમારે લોકડાઉન દરમિયાન ઘરમાંથી બહાર નીકળતાં લોકો પર નારાજગી વ્યક્ત કરી હતી. અક્ષયે કોરોના સામેના યુદ્ધમાં 25 કરોડ રૂપિયા પણ દાન આપ્યા છે.