આ વીડિયોને પોસ્ટ કર્યાના થોડાક જ કલાકોમાં હજારો લાઈક્સ મળી ચુકી છે. જણાવી દઈએ કે શનાયા કપૂરનો આ ડાન્સ વીડિયો તેની ડાન્સ ટીચર સંજના મુથરેજાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.
વીડિયો સામે આવ્યા બાદ એવી ચર્ચા થઈ રહી છે કે શનાયા જલ્દી જ બૉલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે. જો કે હાલમાં શનાયા કરણ જોહરની આગામી ફિલ્મ ‘ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ’ મા આસિસ્ટન્ટ ડાયરેક્ટરનું કામ સંભાળી રહી છે. આ ફિલ્મમાં શનાયાની બહેન જાહ્નવી કપૂર લીડ રોલમાં છે. (સૌજન્ય- ઈન્સ્ટાગ્રામ)