રિલીઝના 16 દિવસ બાદ પણ ‘સંજૂ’ ફિલ્મનો જલવો કાયમ, કમાણીનો આંકડો જાણીને ચોંકી જશો
રણબીર બધા પર ભારે પડી રહ્યો છે. વિક્કી કૌશલ ફિલ્મમાં સંજયના દોસ્તનું પાત્ર ભજવી રહ્યો છે. તેનો રોલ રણબીર પછી સૌથી લાંબો છે. વિક્કીએ પણ ખૂબ સારું કામ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંજય દત્ત ફિલ્મમાં પોતે પોતાની વાર્તા કહી રહ્યો છે. દીયા મિર્ઝા, મનીષા કોઈરાલા, અનુષ્કા શર્માની હાજરી પણ ફિલ્મને ખાસ બનાવે છે.
ફિલ્મ લંબાઈ આશરે પોણા ત્રણ કલાકની છે. આ કારણે તેના શો ઓછા છે. એક દિવસમાં એક સ્ક્રીન પર મેક્સિમમ 5 શો થઈ શકે છે, આ કારણે ટિકિટ મોંઘી છે. એક શક્યતા એ પણ છે કે, ફિલ્મ વધુ દિવસો સુધી ચાલે અને એક સ્તરે રોજ કમાણી કરતી રહે.
રણબીર કપૂરની આ પહેલી ફિલ્મ છે જેણે 200 કરોડની ક્લબમાં એન્ટ્રી મારી છે. પહેલા શુક્રવારની સરખામણી બીજા શુક્રવારે ફિલ્મની કમાણીમાં લગભગ 61 ટકાનો ઘટાડો નોંધાયો. જોકે, આમ છતા અનુમાન છે કે, બીજા વીકેન્ડમાં ફિલ્મ વધુ કેટલીક ફિલ્મોનો રેકોર્ડ તોડી શકે છે.
ભારતમાં ફિલ્મની ગ્રૉસ કમાણી 378.43 અને વિદેશમાં આ આંકડો 122 કરોડે પહોંચી ગયો છે. આ ફિલ્મે અત્યાર સુધી 500.43 કરોડ રૂપિયાની તોતિંગ કમાણી કરી લીધી છે.
ભારતમાં ત્રીજા સપ્તાહે આ ફિલ્મ 2100થી વધુ સ્ક્રીન્સ પર ચાલી રહી છે. પહેલા સપ્તાહે ફિલ્મે 202.51 કરોડની કમાણી કરી જ્યારે બીજા સપ્તાહે આ આંકડો 92.27 કરોડ રૂપિયા રહ્યો.
મુંબઇ: રાજકુમાર હિરાનીની ફિલ્મ 'સંજૂ'નો જાદુ હજુ સુધી ઓસર્યો નથી. આ સાથે જ ફિલ્મની કમાણીની વાત કરીએ તો આંકડો 295.18 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. સંજય દત્તની આ બાયોપિકને દર્શકો ખુબ પસંદ કરી રહ્યાં છે. ખાસ કરીને લીડ રોલમાં નજર આવેલા રણબીર કપૂર અને તેનાં મિત્રનાં રોલમાં નજર આવેલા વિકી કૌશલને દર્શકોએ ખુબ પસંદ કર્યા છે. આ ફિલ્મમાં ખાસ કરીને જે પિતા-પુત્ર વચ્ચેની રિલેશનશીપ બતાવવામાં આવી છે તે ઘણી જ ખાસ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -