પડદા પર જ નહીં પણ અસલ જીવનમાં પણ ડ્રગ્સ લઇ ચુક્યો છે આ એક્ટર
બોક્સ ઓફિસનાં કલેક્શનમાં 'સંજૂ'ની સામે કોઇ ટકી શક્યુ નથી. આ ફિલ્મે એક દિવસમાં સૌથી વધુ કમાણીનો રેકોર્ડ બનાવનારી 'બાહુબલી'ને પણ પછાડી દીધી છે. બોક્સ ઓફિસ પર છપ્પર ફાડકે કમાણી કરનારી સંજૂએ ચાર દિવસમાં 145 કરોડથી વધુનો બિઝનેસ કરી લીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેણે આગળ કહ્યું કે, 'સંજૂ' યુવાઓ માટે એક સીખ છે. પાંચ મિનિટનાં આનંદનાં ચક્કરમાં આપ આખુ જીવન બરબાદ ન કરી શકો. તેમણે વધુમાં કહ્યું કે, દરેક વ્યક્તિ તેનાં જીવનમાં ભૂલો કરે છે. હું નિકોટિન નો આદી છુ અને તે પણ એક ડ્રગ્સ જ છે. આ ઉપરાંત મને મીઠુ ખાવાની ટેવ છે.
જોકે હાલમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન રણબીરે કહ્યું હતું કે, તેણે પોતે પણ એક વખત ડ્રગ્સ લીધો છે. તેણે જણાવ્યું કે, જ્યારે તે કોલેજમાં હતો તે સમયમાં તેણે ડ્રગ્સ ટ્રાઈ કર્યું હતું. મીડિયા અહેવાલ અનુસાર, રણબીરે કહ્યું કે, મે કોલેજમાં ખરાબ સંગતમાં આવીને ડ્રગ્સ ટ્રાય કર્યુ હતું પણ મને તે વાતનો અહેસાસ થઇ ગયો કે જો મે ડ્રગ્સ લેવાનું ચાલુ રાખ્યુ તો મારા જીવનમાં કંઇજ બચશે નહીં.
નવી દિલ્હીઃ ‘સંજૂ’ ફિલ્મમાં સંજય દત્તના જીવન સાથે જોડાયેલ દરેક ભાગને બતાવવામાં આવ્યો છે પરંતુ દર્શકોને આકર્ષવામાં સૌથી વધારે સંજય દત્તનો એ સમય રહ્યો છે જેમાં તેને ડ્રગ્સની લત લાગી હતી. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી પરિસ્થિતિઓમાં સંજય ડ્રગ્સના દાવાનળમાં ફસાઈ જાય ચે અને ત્યાંથી નીકળવા માટે કેવી કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ફિલ્મમાં રણબીર કપૂર ફિલ્મ 'સંજૂ'માં ઓનસ્ક્રીન ડ્રગ્સ લેતો નજર આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -