નવી દિલ્હી: દેસી ક્વીન સપના ચૌધરીને હાલમાંજ એક મોટા સન્માનથી નવાજવામાં આવી હતી. સપના ચૌધરીને ‘ડેલીહાઈટ્સ આઇકન ઓફ ધ ઇયર એન્ટરટેનર અવોર્ડ’ની નવાજમાં આવી હતી. આ ઇવેન્ટમાં તે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પહોંચી હતી.



સપના ચૌધરી માત્ર પોતાના ગ્લેમરસ અંદાજને લઈને ચર્ચામાં નથી પરંતુ સોશિયલ મીડિયા પર એક શખ્સ સાથે તેમની તસ્વીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. જેને લઈને આ દેશી ક્વીને કિંગ મળી ગયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.


આ તસ્વીરોમાં સપના આ શખ્સ સાથે ખૂબજ ક્લોઝ નજર આવી રહી છે. સપના પ્રથમવાર કોઈ શખ્સ સાથે આ અંદાજમાં ફેન્સ સામે આવી છે.


વાયરલ તસવીરો પર ફેન્સ પણ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. ફેન્સ આ શખ્સને સપના સાથે જોડી રહ્યાં છે. તસવીરોમાં આ બન્નેની બૉન્ડિંગને જોઈને ફેન્સ કહીં રહ્યાં છે કે દેસી ક્વીનને પોતાનો કિંગ મળી ગયો છે.


જો કે સપના સાથે આ તસ્વીરોમાં કોણ છે તે અંગે હાલમાં કોઈ જાણકારી નથી. આ તસવીરો મામલે સપના તરફથી પણ કોઈ નિવેદન સામે આવ્યું નથી. હવે સપના સાથે નજર આવી રહેલા આ શખ્સ સાથે તેમનો શું સંબંધ છે તેના માટે ફેન્સે રાહ જોવી પડશે.