NCBએ ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે બોલાવતાં બોલીવુડની આ હોટ એક્ટ્રેસ ગાયબ થઈ ગઈ, એક્ટ્રેસે ટ્વિટ કરીને શું કહ્યું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Oct 2020 10:21 AM (IST)
અર્જુન રામપાલની પાર્ટનર ગૈબ્રિએલા ડેમેટ્રિયડ્સના ભાઈ અગિસિલાઓએસે એનસીબી સામે સપના પબ્બીનું નામ લીધી હતો.
મુંબઈઃ સુશાંત મોત મામલે ડ્રગ્સ એંગલથી તપાસ કરી રહેલ નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની તપાસથી એક્ટ્રેસ સપના પબ્બી ભાગી રહી છે. બુધવારે એનસીબીએ સપનાને પૂછપરછ માટે બોલાવી હતી. મંગળવારે જ એનસીબીના અધિકારીઓ સમન્ય લઈને તેના ઘરે પહોંચ્યા હતા. ત્યાં તેમને કોઈ ન મળ્યું, ત્યાર બાદ તેમના ઘરની બહાર નોટિસ ચોંટાડી દીધી હતી. સૂત્રો અનુસાર સપનાનો ફોન પણ બંધ આવી રહ્યો છે. સપના પબ્બી અનિલ કપૂરની વેબ સીરીઝ 24 અને સુશાંતની ફિલ્મ ડ્રાઈવમાં કામ કરી ચૂકી છે. જોકે તપાસથી બચવા ગાયલ થઈ ગઈ હોવાની વાત સામે આવ્યા બાદ સપના પબ્બીએ ટ્વીટરના માધ્યમથી આ મામલે ખુલાસો કર્યો છે. તેણે ટ્વીટ કરીને કહ્યું કે, મીડિયામાં હું ભાગી ગઈ હોવાના અહેવાલ વાંચીને દુખ થાય છે. હું મારા પરિવાર સાથે રહેવા લંડન પરત ફરી છું. અને આ મામલે મારા વકીલોએ અધિકારીઓ સાથે વાત કરી લીધી છે અને હું ક્યાં છું તેની તેમને સંપૂર્ણ જાણકારી છે.’ અર્જુન રામપાલના પાર્ટનરના ભાઈ લીધુ હતુ સપનાનું નામ સૂત્રો અનુસાર અર્જુન રામપાલની પાર્ટનર ગૈબ્રિએલા ડેમેટ્રિયડ્સના ભાઈ અગિસિલાઓએસે એનસીબી સામે સપના પબ્બીનું નામ લીધી હતો. અગિસિલાઓસને થોડા દિવસ પહેલા લોનાવાલાથી ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસે ચરસ અને પ્રતિબંધિત ટેબલેટ અલ્પ્રાજોલમ મળી હતી. પૂછપરછ બાદ બુધવારે મુંબઈના અનેક વિસ્તારોમાં રેડ પાડવામાં આવી હતી. સપના વિરૂદ્ધ એનસીબીના હાથે કેટલાક ડિજિટલ પૂરાવ લાગ્યા છે. જેમાં કેટલીક ડ્રગ્સ ચેટ પણ સામેલ છે.