અમદાવાદઃ ડુંગળીના ભાવ વધતા ગૃહિણીઓનુ બજેટ ખોરવાયું છે. તો બીજી તરફ આ ભાવ વધારોનો ખેડૂતોને કોઈ ફાયદો નથી થઈ રહ્યો. અપ્રમાણસર વરસાદથી પહેલા ખેડૂતોના પાકને નુક્સાન થયુ છે. બાદમાં ડુગળીનો ભાવ તો બજારમાં વધ્યો પરંતુ આ ભાવ વધારોનો ખેડૂતોને કોઈ લાભ મળી રહ્યો નથી.


ડુંગળી અને બટાટાના ભાવ 50થી 80 રૂપિયાએ પહોચ્યો છે અને રાજકોટ યાર્ડમાં ડુંગળીના એક કટ્ટાનો ભાવ 650થી એક હજાર 250 રૂપિયા છે. તો બટાટાના એ કટ્ટાનો ભાવ 400થી 670 રૂપિયા છે. 100 થી 120 રૂપિયે મણ ખરીદાતા ડુંગળી બટાકા બજારમાં 80 થી 100 રૂપીએ કિલો વેચાય છે.

સુરતમાં પણ ડુંગળીનો ભાવ આસમાને પહોંચ્યો છે. સુરતમાં છૂટક બજારમાં ડુંગળી 100 રૂપિયે કિલો મળી રહી છે. વેપારીઓના મતે મહારાષ્ટ્રના નાસિક સટાના, સાકરી તરફથી સુરતમાં પહેલા જે રોજની 40થી 45 ટ્રકો આવતી હતી. જે ઘટી હાલ માત્ર 18થી 20 ટ્રકો થઈ છે. જેથી આવકમાં ઘટાડો થતાં તેના ભાવમાં ઉછાળો આવ્યો છે.

બટાકાના વઘેલા ભાવો પર કૉંગ્રેસ મહામંત્રી હિમાંશુ પટેલે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સરકારની નીતિ પર પ્રહાર કરતા હિમાંશુ પટેલે સરકાર પર મોટા વેપારીને લાભ કરાવવાનો અને ભાજપના મળતીયાઓને લાભ કરાવવાનો સરકાર પર આરોપ લગાવ્યો હતો.