હિન્દી ફિલ્મોના આ સ્ટારની પુત્રીનું ક્રિકેટર રીષભ પંત સાથે ચાલી રહ્યું છે અફેર? જાણો વિગત
સૈફ અને અમૃતાની દીકીર સારા અલી ખાન કેદારનાથ ફિલ્મથી ડેબ્યૂ કરવા જઈ રહી છે જેમાં સુશાંત સિંહ રાજપૂતની સાથે તે જોવા મળશે. આ ફિલ્મ 30 નવેમ્બર, 2018ના રોજ રિલીઝ થવાની છે.
જ્યાં સુધી સારા અલી ખાનની વાત છે તો તે ક્રિકેટરની ખૂબ જ મોટી પ્રશંસક છે અને આ જ કારણ છે કે તેના તમામ મેચ દરમિયાન તે સ્ટેડિયમમાં જોવા મળી છે એવું મીડિયા અહેવાલમાં જાણવા મળ્યું છે. ઉપરાંત, તેણે અનેક અવસર પર રિષભની સાથે પણ જોવા મળી છે. પરંતુ હાલમાં તેમાં સત્યું કેટલું છે તે કોઈ જાણતું નથી.
રિષભ પંતે આ આઈપીએલની 11મી સીઝનમાં શાનદાર પ્રદર્શન કરતાં ખૂબ રન વરસાવ્યા હતા અને સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બન્યા હતા. આ જ કારણેતેને ઇમર્જિંગ પ્લેયર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ આ સીઝનના સ્ટાઈલિશ પ્લેયર ઓફ ધ એવોર્ડ પણ મળ્યો હતો.
મીડિયા અહેવાલ અનુસાર સારા અલી ખાન ભારતના ઉભરતા ક્રિકેટ ખેલાડી રિશભ પંત પર કર્શ છે, જેણે હાલમાં જ પૂરી થયેલ આઈપીએલની સીઝનમાં ચેન્નઈ માટે રમી હતી.
હાલમાં જ એવી અફવા ફેલાઈ છે કે સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન પણ ક્રિકેટ ખેલાડીની દિવાની થઈ ગઈ છે.
નવી દિલ્હીઃ ભારતમાં ક્રિકેટના ખેલાડીઓની સાથે અનેક બોલિવૂડ એક્ટ્રેસના સંબંધ રહ્યા છે અને અનેક ખેલાડીઓએ તો લગ્ન પણ કર્યા છે. આ શરૂાત શર્મિલા ટાગોર અને મંસૂલ અલી ખાન પટૌડીથી થઈ છે. ત્યાર બાદ વિરાટ-અનુષ્કા, યુવરાજ-હેઝલ કિચ અને ઝહીર ખાન-સાગરિકા ઘાટગેએ લગ્ન કર્યા છે.