અન્ય રમતોને પણ ક્રિકેટ જેટલું મહત્ત્વ આપવા આ ભારતીય ક્રિકેટરે કરી અપીલ
અગાઉ દેશના દિગ્ગજ ફૂટબોલર સુનીલ છેત્રીએ લિયોનેલ મેસી, નેમાર અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના પ્રશંસકોને ભાવનાત્મક અપીલ કરતા કહ્યું હતું કે, અમને ગાળો આપો, ટિકા કરો પણ ભારતીય ફૂટબોલ ટીમને રમતી જોવા માટે સ્ટેડિયમમાં આવો. ફૂટબોલ વર્લ્ડકપ શરૂ થવામાં બે સપ્તાહ બાકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેણે કહ્યું કે, ‘ભારતીય ફૂટબોલ ટીમ ટેલેન્ટેડ છે અને મેં ઘણા ખેલાડીઓને શાનદાર પ્રદર્શન કરતા જોયા છે. ખેલાડીઓ છેલ્લા કેટલાક વર્ષોથી પોતાનું પ્રદર્શન સુધારવા માટે ઘણી મેહનત કરી રહ્યાં છે. આનાથી તમે સ્પોર્ટિંગ કલ્ચરને પણ પ્રોત્સાહન આપશો.’
વિરાટે કહ્યું કે, ‘મેં મારા દોસ્ત અને ઈન્ડિયન ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીનો વીડિયો જોયો. હું તમને બધાને આગ્રહ કરું છું કે, ભારતીય ફૂટબોલ ટીમની મેચો જોવા માટે સ્ટેડિયમમાં જાવ. તમે ભલે ગમે તે રમતને પસંદ કરતા હોય, સ્ટેડિયમમાં જાવ અને ભારતીય ટીમનો જુસ્સો વધારો કારણ કે, ખેલાડીઓ ઘણી મેહનત કરી રહ્યાં છે.’
વિરાટે ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કરતા લોકોને અપીલ કરી છે કે, તેઓ ફૂટબોલ મેચ જોવા સ્ટેડિયમમાં જાય. તેણે સાથે એમ પણ કહ્યું કે, ભારતે એક ‘સ્પોર્ટિંગ નેશન’ તરીકે ગર્વ લેવું હશે તો દેશના લોકોએ તમામ સ્પોર્ટ્સને એકસરખું મહત્વ આપવું પડશે.
નવી દિલ્હીઃ રવિવારે ભારતીય ફુટબોલ કેપ્ટન સુનીલ છેત્રીએ દેશના તમામ ફુટબોલ ફેન્સનું સમર્થન માગ્યું. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ તેના વીડિયોને જોઈને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પણ તેની આ અપીલનું સમર્થન કર્યું અને એક વીડિયો શેર કર્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -