Sara Ali Khan UK Vacation Pics: બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. ફેન્સને અભિનેત્રીની તસવીરો પણ ઘણી પસંદ આવે છે. સારા હાલમાં તેની માતા અમૃતા સિંહ સાથે યુકેમાં વિન્ટર વેકેશન મનાવી રહી છે. સારાએ મંગળવારે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર યુકેમાં તેના ક્વોલિટી ટાઈમના કેટલાક ફોટો અને વીડિયો શેર કર્યા છે.
તસવીરોમાં સારા ગુલાબી રંગના ડ્રેસમાં જોવા મળી
મંગળવારે સારાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર અમૃતા સિંહ અને હેરસ્ટાઈલિસ્ટ સેંકી એવર્સ સાથે બે તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં સારા ગુલાબી રંગના જેકેટ અને શૂઝ સાથે પિંક જિમ વેરમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. બીજી તરફ અમૃતા સિંહ લાંબા બ્લેક વિન્ટર જેકેટ સાથે કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહી છે. જાહેર છે કે સારા અલી ખાન અવાર નવાર આ પ્રકારની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. સારાની આ તસવીરો ચાહકોને ખુબ પસંદ પણ પડે છે. સ્ટાર કિડ્સ સારા અલી ખાન તેની ફેશન સેન્સ, ચુલબુલી સ્વભાવ અને શાનદાર અદાકારીના કારણે લાખો ચાહકોના દિલો પર રાજ કરે છે.
સારાએ પિંક બિકીનીમાં પૂલનો એક વીડિયો શેર કર્યો
બાદમાં સારાએ એક વીડિયો પણ શેર કર્યો. જેમાં તે પિંક બિકીનીમાં જોવા મળી રહી છે. તેણે ઇન્ડોર પૂલમાં સમય વિતાવતા તેના પગની તસવીર પણ શેર કરી છે. આ તસવીરના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, "ખુશ, શાંતિપૂર્ણ, રિલેક્ષ."
ભર શિયાળામાં સારાની સ્વિમિંગ પૂલમાં મોજમસ્તી કરી રહેલી તસવીરોએ ચાહકોના દિલની ધડકનો વધારી દેવા માટે પુરતી છે. આ ફોટોમાં સારા રેડ કલરની બિકિનીમાં નજરે પડી રહી છે. આ લૂકમાં તે કાતિલ અંદાજમાં જોવા મળી રહી છે.
સારાએ ડિનરની તસવીર પણ શેર કરી હતી
અભિનેત્રી સારા અલી ખાને તેના યુકે પ્રવાસ દરમિયાન કરેલી મોજ મસ્તીની સાથો સાથ ત્યાંના સ્વાદિષ્ટ વ્યંજનો અને જુદી જુદી ફૂડ ડિશના પણ ફોટો શેર કર્યા છે. આ ઉપરાંત સારા અલી ખાને વહેલા સૂર્યાસ્તનો વીડિયો અને તેના ડિનરની તસવીર પણ શેર કરી છે. તસવીરમાં ટેબલ પર ઘણી વાનગીઓ જોવા મળે છે. આ તસવીરના કેપ્શનમાં તેણે લખ્યું, 'ઇન મૂડ ફોર ધ ફૂડ.