નવી દિલ્હીઃ આઈપીએલ સીઝન 12ની ફાઈનલમાં સીએસકેને મુંબઈ ઇન્ડિયન્સે 1 રને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. કહેવાય છે કે, જો મેચમાં કેટલીક ભૂલો કરવામાં ન આવી હોત તો સીએસકે આ મેચ જીતી ગઈ હોત.



ચેન્નઈથી સૌથી પહેલી ભૂલ ત્યારે થઈ જ્યારે વોટસને ના પાડી હોવા છતાંય રૈનાએ ડીઆરએસ લીધું. ચહર 10મી ઓવર કરી રહ્યો હતો અને બીજા જ બોલ પર તેણે રૈનાને એલબીડબલ્યૂ આઉટ કરી દીધો. રૈનાએ આ મામે વોટ્સન સાથે વાત કરી ત્યારે એવું લાગી રહ્યું હતું કે વોટ્સન આઉટ હોવાનું કરી રહ્યો હતો, પરંતુ રૈના માન્યો નહીં અને રિવ્યૂ લઈ લીધો, જેમાં તે સ્પષ્ટ આઉટ જોવા મળ્યો.



બીજી ભૂલ ધોનીના રન આઉટ છે. 13મી ઓવરના ચોથા બોલમાં શેન વોટ્સને લેગ સાઈડમાં આવેલા બોલને મિડવિકેટ તરફ ફટકાર્યો અને રન લેવા દોડ્યો. થ્રો ચૂકી જતા આગળ નીકળી ગયો અને ધોની તરત જ બીજા રન માટે દોડી ગયો, પરંતુ મિડ ઓન પર ઊભેલા ઈશાન કિશને બોલ તરત પકડી અને સ્ટમ્પ ઉડાવી દીધી ને ધોની આઉટ થઈ ગયો. ચેન્નઈ માટે આ મેચની બીજો સૌથી મોટી ટર્નિંગ પોઇન્ટ હતો.



મેચની અંતિમ ઓવરમાં ચેન્નઈને જીત માટે 9 રનની જરૂર હતી. ક્રીઝ પર વોટસન અને જાડેજા હતા. એવું લાગી રહ્યું હતું કે ચેન્નઈ મેચ સરળતાથી જીતી જશે, પરંતુ એવું ન થઈ શક્યું. ઓવરના બીજા જ બોલ પર 2 રન લેવાના પ્રયાસમાં વોટસન અને જાડેજાની વચ્ચે ગેરસમજ થઈ અને વોટ્સઅન આઉટ થઈ ગયો. મેચની અંતિમ ઓવરમાં વોટસનનું આઉટ થવું જ ચેન્નઈની હારનું સૌથી મોટું કારણ રહ્યું.