કેદારનાથ પહોંચી સૈફ અલીખાનની દીકરી, મેકઅપ વગર મળી જોવા

નવી દિલ્લી: સૈફ અલી ખાનની પૂત્રી સારા અલી ખાન તેમની ડેબ્યૂ ફિલ્મ ‘કેદારનાથ’નું શૂટિંગ શરૂ કરી દીધી છે. જો કે, શૂટિંગ શરૂ કરતા પહેલા તે કેદારનાથ બાબાના દર્શન કરવા મંદીર પહોંચ્યા. આ અવસર પર તેની સાથે સુશાંત સિંહ રાજપૂત પણ હતો.
બન્ને સાથે ડાયરેક્ટર અભિષેક કપૂર સાથે મંદિરમાં બાહર જોવા મળ્યા હતા. કેદારનાથ પહોંચેલી સારાની તસવીરો સોશલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમાં વગર મેક અપમાં પણ ખૂબસૂરત લાગી રહી છે.
ફિલ્મ કેદારનાથની ટીમ સવારે સાત વાગ્યે કેદારનાથ પહોંચી હતી, સુશાંત, સારા અને અભિષેક કપૂરે લોકેશનની માહીતી લીધી હતી. ત્યારબાદ ત્યાં ઉપસ્થિત પંડિતો અને સેનાના જવાનો સાથે આ સ્ટાર્સે તસવીરો પણ લીધી.
ફિલ્મ ‘કેદારનાથ’ ની શૂટિંગ દહેરાદૂન પાસે ત્રણ સપ્ટેમ્બરે શરૂ થશે. આ ફિલ્મના નિર્માતા બાલાજી મોશન પિક્ચર્સની સહયોગ સાથે ટી-સીરીઝ, ક્રિઅર્ઝ એન્ટરટેનમેંટ, ગાઈ ઈન ધ સ્કાઈ પિક્ચર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ફિલ્મ કેદારનાથ વિશે વાત કરતા ડાયરેક્ટર અભિષેક કપૂરે એક ઈન્ટરવ્યૂ માં કહ્યું કે, હું હજુ ફિલ્મ વિશે વધારે નથી જણાવવા માંગતો. પરંતુ અમારી ફિલ્મની વાર્તા એક પેશનેટ લવસ્ટોરી છે. જે તીર્થયાત્રાથી જોડાયેલી છે. મે આ ફિલ્મમા સારા અલીખાનને એટલા માટે લીધી છે કે, તે આ ભૂમિકા માટે તે એકદમ ફીટ છે.