નવી દિલ્હીઃ બોલિવૂડ સ્ટાર્સ પોતાના ફેન્સને ખુશ રાખવા માટે ઘણુબધું કરતા હોય છે. જ્યારે ફેન્સ પણ પોતાના ફેવરીટ સ્ટારની સાથે તસવીર ક્લિક કરવા માટે આતુર હોય છે અને જ્યારે પણ તક મળે છે તે સેલ્ફી લેવાનો પ્રયત્ન કરતા હોય છે. એવામાં સ્ટાર્સ પણ ફેન્સની સાથે સારી રીતે ફોટ ક્લિક કરાવતા હોય છે. પરંતુ ઘણી વખત તેમને ફેન્સની ખરાબ હરકતનો સામનો પણ કરવો પડતો હોય છે.

હાલમાં આવો જ કંઈક ખરાબ અનુભવ સારા અલી ખાનને થયો છે. સારા અલી ખાન હાલમાં જ ન્યૂયોર્કની વેકેશન મનાવીને પાછી સ્વદેશ પરત ફરી છે. આ દરમિયાન સારા મુંબઇ એરપોર્ટ પર જોવા મળી હતી. એરપોર્ટ પર સારા ફેન્સ સાથે હસીને ફોટો પડાવી રહી છે. તે વચ્ચે એક ફેન ફોન લઇને આવે છે અને સારાની નજીક આવી સેલ્ફી લેવાનો પ્રયત્ન કરે છે. સારા બીજી તરફ બાકી તમામ ફેન્સની જેમ હસીને ફોટો પડાવા તૈયાર થાય છે પણ પછી કંઇક તેવું થાય છે કે તે અચાનક જ ફેન્સથી દૂર થઇ તેના તરફ ગુસ્સેથી જુએ છે.


આ ફેન્સ સારાને ટચ કરવાનો પ્રયાસ કરે છે. જે સારાને ગમતું નથી. જો કે તે પછી તે વ્યક્તિ સારાને સોરી કહે છે. અને સારા વળી સેલ્ફી માટે થોડા દૂર રહીને જ પોઝ આપે છે. ત્યારે એરપોર્ટ પર ફેન્સની વચ્ચેથી મુશ્કેલીથી સારા નીકળી શકે છે.

વર્ક ફંટની વાત કરીએ તો સારા જલ્દી જ ઇમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજ કલ 2માં નજરે પડશે. આ ફિલ્મમાં તે કાર્તિક આર્યન સાથે રોમાન્સ કરતી નજરે પડશે. આ સિવાય સારા અલી ખાન પાસે વરુણ ધવનની ફિલ્મ કુલી નંબર 1ની રીમેક પણ છે. જે પણ આવનારા સમયમાં રૂપેરી પડદે જોવા મળશે.