મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન પોતાની ત્રીજી ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહી છે. માત્ર સારા જ નહીં પણ તેના ફેન્સ પણ સારાને ફરી એક વખત સિલ્વર સ્ક્રીન પર જોવા માટે આતુર છે. સારા ફિલ્મ લવ આજ કલના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં સારા પોતાની માતા વિશે કંઈક બોલી રહી હતી ત્યારે જ અચાનક લોકોમાંથી કાર્તિકનું નામ લઈને હોબોળો શરૂ થઈ ગયો. આ જોઈને સારા એકદમ ચોંકી ગઈ હતી.


સારા અને કાર્તિકની જોડી ભલે આ પહેલા સ્ક્રીન પર સાથે જોવા મળ્યા ન હોય પરંતુ લવ આજ કલમાં બન્ને રોમાન્સ કરતાં જોવા મળશે. બન્નેની ઓફ સ્ક્રીન બોન્ડિંગ કોઈથી છુપાયેલી નથી. બન્ને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. સારા અલી ખાન લોકો સાથે પોતાના માતા અમૃતા સિંહ સાથે જોડાયેલ કોઈ વાત કરી રહી હતી. પરંતુ લોકો તો સારા અને કાર્તિકને એક સાથે જોવા માગતા હતા. સારા જ્યાં વાત કરી રહી હતી ત્યારે ઓડિયન્સ કાર્તિકનું નામ લઈને ચીયર કરવા લાગ્યા. સારા પણ ચોંકી જાય છે. જણાવીએ કે, આ વીડિયો ચંડીગઢનો છે જ્યાં તે ફિલ્મના પ્રમોશન માટે પહોંચી હી.

ફિલ્મની વાત કરીએ તો લવ આજકાલનું ડાયરેક્શન ઈમ્તિયાઝ અલીએ કર્યું છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને તેને અલગ અલગ રિવ્યૂ મળી રહ્યા છે. ફિલ્મના ગીતો પણ હાલમાં માર્કેટમાં ફરી રહ્યા છે. મૂવી વેલેન્ટાઇન ડે પર 14 ફેબ્રુઆરી, 2020ના રોજ રીલિઝ થશે.