પ્રિયા પ્રકાશ કે દીપિકા નહીં, રણવીર સિંહ સાથે કામ કરશે આ એક્ટ્રેસ
આ પહેલા કહેવામાં આવી રહ્યુ હતું કે ફિલ્મમાં રણવીર સાથે વિંક ગર્લ પ્રિયા પ્રકાશને કાસ્ટ કરવામાં આવી શકે છે. આ સિવાય રણવીર ફિલ્મમાં દીપિકાને લેવા માંગતો હોવાના રિપોર્ટ પણ સામે આવ્યા હતા. જો કે હવે આ બધી જ અટકળોનો અંત આવ્યો છે.
ફિલ્મમાં રણવીર સિંહ એક બદમાશ પોલીસ અધિકારીના રોલમાં જોવા મળશે, જેનું નામ સંગ્રામ ભાલેરાવ હશે. સારા-રણવીરની જોડી ફ્રેશ હશે. આ સિવાય કરણ જોહર અને રોહિત શેટ્ટી પણ પહેલીવાર સાથે કામ કરશે. કરણ ફિલ્મને કો-પ્રોડ્યુસ કરી રહ્યો છે.
થોડાક સમય પહેલા સિંબાનું પહેલું પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યુ હતું જેમાં રણવીર સિંહનો અંદાજ જોઈને ફેન્સની આતુરતા વધી ગઈ હતી. હવે સારા જ્યારે ફિલ્મની લીડ એક્ટ્રેસ છે તો પડદા પર બન્નેની જોડી જામશે કે નહીં તે જોવાની વાત છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, રોહિત શેટ્ટી અને કરણ જોહરની આગામી ફિલ્મ સિંબામાં સારા લીડ લોરમાં જોવા મળશે, તેમા તેની સાથે રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં હશે. રોહિત શેટ્ટીએ તેની આગામી ફિલ્મ સિંબા માટે રણવીર સિંહ સાથે સારાને સાઈન કરી છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં રણવીરની સાથે કોણ કો-સ્ટાર હશે તેની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી હતી.
નવી દિલ્હીઃ સૈફ અલી ખાન અને તેની પૂર્વ પત્ની અમૃતા સિંહની દીકરી સારા અલી ખાનની અત્યાર સુધી એક પણ ફિલ્મ રિલીઝ થઈ નથી. પરંતુ તે બે ફિલ્મોને કારણે સતત ચર્ચામાં છે. સારા પોતાની ડેબ્યૂ ફિલ્મ ‘કેદારનાથ’થી કરશે, જેનું શૂટિંગ વિતેલા દિવસોમાં વિવાદને કારણે અટકી ગયું હતું ત્યારે હવે સારા અલી ખાનની નવી ફિલ્મની જાહેરાત થઈ ગઈ છે.