અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રકમાં લાગી આગ, હાઈવે પર થયો ટ્રાફિકજામ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફાયર બ્રિગેડની ટીમે બનાવના સ્થળ પર પહોંચીને ટ્રકની આગને કાબૂમાં લઈ લીધી હતી.
બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ બનાવ સવારે 7-30 વાગ્યે બન્યો હતો. તે પછી તાત્કાલિક ફાયર બ્રિગેડને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.
ટ્રકનું ટાયર ફાટી ગયા બાદ ટ્રક અચાનક આગની ઝપેટમાં આવી ગયો હતો અને તેમાં પશુઓનો આહાર ભર્યો હોવાથી તે આગની ઝપેટમાં આવી ગયો અને રસ્તાની વચ્ચોવચ્ચ આખો ટ્રક ભડભડ સળગવા લાગ્યો હતો. ટ્રકમાં આગ લાગતા જ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતાં અને રસ્તા પર લોકો જોવા માટે ઉમટી પડ્યા હતાં.
આ ટ્રક કડીથી સુરત તરફ જઈ રહ્યો હતો ત્યારે નડિયાદથી 3 કિલોમીટર દૂર એક્સપ્રેસ હાઈવે પર અચાનક સળગવા લાગ્યો હતો. આગની ઘટના બન્યા પછી એક્સપ્રેસ વે પર અમદાવાદથી વડોદરા જતાં વાહનોને થોભાવી દેવામાં આવ્યા હતા.
નડિયાદઃ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર એક ભારે વાહનમાં અચાનક આગ લાવાની ઘટના બની હતા. પશુઓ માટેનો આહાર લઈને જતા ચાલુ ટ્રકમાં આગ લાગવાની ઘટના બન્યા બાદ એક્સપ્રેસ-વે પર વાહનનોની લાઈનો લાગી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -