ગણેશ ચતુર્થીની શુભેચ્છા આપી ટ્રોલ થઈ આ એક્ટ્રેસ, લોકોએ ધર્મ પર ઉઠાવ્યા સવાલ
abpasmita.in | 05 Sep 2019 08:07 AM (IST)
આ વખતે પણ ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં બપ્પાનું ભવ્ય રીતે સ્વાગત અને પૂજન કરવામાં આવ્યું.
નવી દિલ્હીઃ દેશભરમાં ગણેશ ચતુર્થીના તહેવાની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. મુંબઈમાં આ પર્વનો ક્રેઝ અને રોનક અલગ જ હોય છે. બોલિવૂડ સેલેબ્સ પણ ભક્તિભાવથી બપ્પાનું સ્વાગત કરે છે. સલમાન ખાનથી લઈને શિલ્પા શેટ્ટી સુધી દરેક સેલિબ્રેટીના ઘરે ગજાનન બિરાજમાન થાય છે. આ વખતે પણ ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં બપ્પાનું ભવ્ય રીતે સ્વાગત અને પૂજન કરવામાં આવ્યું. ત્યારે સારા અલી ખાને પણ ગમેશ પૂજા કરતી એક તસવીર શેર કરી. જોકે આ તસવીરને કારણે લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. એક્ટ્રેસ સારા અલી ખાને મંગળવારે ગણેશ ચતુર્થી પર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી, જેમાં તે ભગવાન ગણેશની મૂર્તિ સામે હાથ જોડીને ઊભી છે. તેણે તસવીરના કેપ્શનમાં લખ્યું, ‘ગણપતિ બાપા મોરયા! ગણેશજી તમારી તમામ મુશ્કેલીઓને દૂર કરે અને તમારા વર્ષને ખુશી. સકારાત્મકતા અને સફળતાથી ભરી દે.’ ટ્રોલર્સે સારાને તેના નામમાંથી અલી ખાન કાઢી નાખવાની સલાહ પણ આપી દીધી. સાથે જ કાર્તિક આર્યન સાથે તેના રિલેશનશિપ પર પણ સવાલ ઉઠાવ્યા. એક ટ્રોલે લખ્યું, ‘તું મુસ્લિમ છે કે હિન્દુ.’ એક અન્ય ટ્રોલર્સે લખ્યું, ‘પોતાનો ધર્મ ભૂલી ગઈ કે શું?’.