અંકિતા લોખંડે અને મૌની રોય બાદ હવે આ ટીવી એક્ટ્રેસ કરશે ફિલ્મમાં એન્ટ્રી
હાલમાં દીપિકા એન્ટરટેનમેન્ટની રાતમાં જોવા મળી રહી છે, અને દર્શકોને હસાવાનું કામ કરી રહી છે. પલટનની શૂટિંગ હાલમાં ચંદીગઢમાં ચાલી રહ્યું છે. ફિલ્મમાં સોનલ ચૌહાણ અને ઈશા ગુપ્તા પણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ટેલીવિઝની એક્ટ્રેસ બોલીવુડમાં હાથ અજમાવતી આવીરહી છે, હાલમાં જ અક્ષય કુમારની સાથે મૌની રોય ‘ગોલ્ડ’ના ટીઝરમાં જોવા પણ મળી હતી. હવે સસુરાલ સિમર કીની સિમર એટલે કે દીપિકા કક્કડ બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. દીપિકા કક્કડ જે. પી. દત્તાની આગામી ફિલ્મ ‘પલટન’માં હર્ષવર્ધન રાણે, અર્જુન રામપાલ, ગુરમીત ચૌધરી અને સિદ્ધાંત કપૂર જોવા મળશે. જે. પી. દત્તા આ પહેલા બોર્ડર જેવી સુપરહિટ ફિલ્મ બનાવી ચૂક્યા છે.
દીપિકા કક્કડે પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર કંઈક આવી જાણકારી આપી છેઃ ‘આથી વધુ સારું શું હોઈ શકે કે મારી પ્રથમ ફિલ્મ જે. પી. દત્તાની સાથે હોય. પલટનનો ભાગ બનવું એ સન્માનની વાત છે.
દીપિકાએ 2011થી 2017 સુધી સસુરાલ સિમર કામાં લીડ કેરેક્ટર સમિરની ભૂમિકા ભજવી હતી. આ સીરિયલ સુપરહિટ રહી હતી, અને સિમરની ભૂમિકાને ખૂબ પસંદ પણ કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -