અમદાવાદઃ કોની કારની ટક્કરથી વિદ્યાર્થીનું એએમટીએસ નીચે આવી જતાં થયું મોત? જાણો
આ અકસ્માત પછી 108ને ફોન કરાયો હતો, પરંતુ તે સમયસર ન આવતાં જે કારે ટક્કર મારી હતી, તે જ કારમાં જેસલને હોસ્પિટલ લઈ જવાયો હતો. બીજી તરફ લોકોએ પોલીસને જાણ કરી હતી. અકસ્માત થતાં એએમટીએસનો ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમળતી વિગતો પ્રમાણે સવારે પોણા આઠ વાગ્યે ધોરણ-7માં ભણતો 13 વર્ષીય જેસલ શર્મા સાયકલ લઈને પોતાની સ્કૂલ શિવાશિષ જઈ રહ્યો હતો. દરમિયાન ઘુમા શ્યામ શરણ-2માં રહેતાં ધરિતા પટેલ પોતાના દીકરાને મુકવા અલ્ટો કાર લઈને જઈ રહ્યા હતા અને તેમની કારે જેસલને ટક્કર મારતાં તે એએમટીએસના પાછળના ભાગે અથડાયો હતો.
આમ તો રોજ જેસલની તેની બહેન સ્કૂલે મુકવા જાય છે. પણ આજે તેની બહેનને સ્કૂલનું ફંક્શન હોવાથી જેસલ આજે પહેલીવાર સાયકલ લઈને સ્કૂલે જઈ રહ્યો હતો. જ્યાં અકસ્માત થતાં તેનું મોત થયું છે.
અમદાવાદઃ ગઈ કાલે સવારે બોપલ-ઘુમા રોડ પર ઇન્ડિયા કોલોની બસસ્ટેન્ડ પાસ સ્કૂલે જતાં વિદ્યાર્થીનું કારની ટક્કર પછી બસ નીચે આવી જતાં મોત નીપજ્યું હતું. બસ ઇન્ડિયા કોલોની બસસ્ટેન્ડ પર ઊભી હતી ત્યારે જ સાયકલ પર જતાં જેસલ શર્માને પાછળથી આવતી અલ્ટો કારચાલક મહિલાએ ટક્કર મારતાં જેસલનું માથું બસના પતરામાં આવી ગયું હતું અને આ જ સમયે બસ ઉપડતાં જેસલનું ગળું કપાઇ ગયું હતું.
અકસ્માત થતાં લોકોએ રસ્તો બંધ કરી દીધો હતો. પોણા અગિયાલ વાગ્યે પોલીસે મામલો થાળે બાડી બસ પોલીસ સ્ટેશને લઈ ગયા હતા અને આ પછી 12 વાગ્યે ફરીથી બસ વ્યવહાર શરૂ થયો હતો. અકસ્માત થયો તે દિવસે જેસલનું અંગ્રેજીનું પેપર હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -