મુંબઈ: ટીવી શો ‘સાથા નિભાના સાથિયા’માં પરિધિ મોદીની ભૂમિકા ભજવનારી અભિનેત્રી લવી સાસને દિકરાને જન્મ આપ્યો છે. લવીએ 19 ફેબ્રુઆરીએ દિકરાને જન્મ આપ્યો હતો, જેની ખુશખબરી તેણે સોશિયલ મીડિયા દ્વારા આપી છે.


અભિનેત્રીએ પોતાના દિકરાનું નામ રોયસ રાખ્યું છે. પોતાની ખુશી વ્યક્ત કરતા એક્ટ્રેસે કહ્યું કે, “રૉયસ અમારા માટે ભગવાનનો સૌથી ખાસ ઉપહાર છે. અમે આ ખુશીને શબ્દોમાં વર્ણવી શકતા નથી. ”


લવીએ ગત વર્ષે ફેબ્રુઆરીમાં બેંગલુરુના કૌશિક કૃષ્ણમૂર્તિ સાથે લગ્ન કર્યા હતા. ખાસ વાત એ છે તેણે લગ્નના ત્રણ મહીના બાદ શીખ રીતિ-રિવાજથી બીજી વખત લગ્ન કર્યા હતા.જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. લવી ‘સાથા નિભાના સાથિયા’ સીરિયલમાં પોતાની નકારાત્મક ભૂમિકાના કારણે લોકપ્રિય બની છે.