અમદાવાદ: અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ બે દિવસીય ભારતની મુલાકાતે આવવાના છે ત્યારે અમદાવાદના મોટેરાની પણ મુલાકાત લેવાના છે. ટ્રમ્પના પ્રવાસ પહેલા સુરક્ષા વ્યવસ્થા સહિતના કાર્યક્રમોને આખરી ઓપ આપવામાં આવ્યો છે. યુએસ સુરક્ષા એજન્સીઓ સુરક્ષા સિસ્ટમની સમીક્ષા કરી રહી છે. અમદાવાદમાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક રોડ શોનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એરપોર્ટના રનવેથી ટ્રમ્પ અને પીએમ મોદીના કાફલામાં 50 જેટલી ગાડીઓ જોડાશે.
ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પહોંચ્યા બાદ ગુપ્ત એજન્સી સુરક્ષાની કમાન સંભાળી લેશે. ટ્રમ્પ-મોદીના રોડ શો સમયે કાફલામાં કઈ-કઈ કારને એન્ટ્રી મળશે તે પણ ગુપ્ત એજન્સી નક્કી કરશે. એરપોર્ટના રનવેથી ટ્રમ્પ અને પીએમ મોદીના કાફલામાં 50 જેટલી ગાડીઓ જોડાશે. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે, ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અન્ય રાજ્યના મુખ્યમંત્રી ટ્રમ્પ અને મોદીના રોડ શોમાં સામેલ થઈ શકશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકી પ્રમુખ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ વોશિંગ્ટનથી સીધા અમદાવાદ પહોંચશે. નરેન્દ્ર મોદી ખુદ એરપોર્ટ પર અમેરિકન રાષ્ટ્રપતિનું સ્વાગત કરશે. ત્યાર બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પીએમ મોદીના લાંબા રોડ શોનો કાર્યક્રમ છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પીએમ મોદીના રોડ શો દરમિયાન સલામતીનો દોર ત્રિ-સ્તરનો રહેશે. સૌથી આગળના મોરચા પર, અમેરિકન ગુપ્ત એજન્સીના જવાનો અત્યાધુનિક હથિયારોથી સજ્જ હશે, જ્યારે બીજો ઘેરી ભારતના રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (એનએસજી) અને સ્પેશિયલ પ્રોટેક્શન ગાર્ડ્સ (એસપીજી)ના કમાન્ડોની હશે. ત્રીજા ઘેરામાં ક્રાઈમ બ્રાન્ચના જવાન હશે.
આ મુદ્દે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સંયુક્ત કમિશ્નર અજય તોમરે જણાવ્યું હતું કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખુલ્લી જીપમાં રોડ શો કરવાનો કોઈ યોજના નથી. બંન્ને નેતાઓ બંધ કારમાં રોડ શો કરશે.
ટ્રમ્પ-મોદીના રોડ શોમાં વિજય રૂપાણી સહિત અન્ય CMને પણ ‘No Entry’? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Feb 2020 03:07 PM (IST)
ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અન્ય રાજ્યના મુખ્યમંત્રી પણ ટ્રમ્પ અને મોદીના રોડ શોમાં સામેલ થઈ શકશે નહીં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -