‘રેડ’ અને ‘પેડમેનને’ પાછળ છોડી ‘સત્યમેવ જયતે’ ફિલ્મે પોતાના નામે કર્યો આ રેકોર્ડ
ઉલ્લેખનીય છે કે, વિકેન્ડ ઓપરનની યાદીનમા ટોપ પર ફિલ્મ ‘સંજૂ’(120.06 કરોડ) છે, જ્યારે બીજા નંબરે પદ્માવત (114 કરોડ), ત્રીજા નંબરે રેસ-3(106.47 કરોડ), ચોથા પર બાગી-2(73.10 કરોડ), પાંચમાં પર ગોલ્ડ(71.30 કરોડ) અને છઠ્ઠા નંબરે સત્યમેવ જયતે (56.91 કરોડ)છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વર્ષ જોન અબ્રાહમ માટે ખૂબજ સફળ સાબિત થઇ રહ્યું છે. આ પહેલા ‘પરમાણુ: ધ સ્ટોરી ઓફ પોખરણ’ને પણ દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે સત્યમેવ જયતેને પણ બોક્સ ઓફિસ પર રેકોર્ડ બનાવી દીધો છે.
શાનદાર પ્રદર્શન અને કમાણીની સાથે આ ફિલ્મ વર્ષ 2018માં રિલીઝ થયેલી ટૉપ 10 વીકેન્ડ ઓપનરની લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. 2018માં રિલીઝ થયેલી બોલીવુડ ફિલ્મોમાં સૌથી વધારે વીકેન્ડ ઓપનરવાળી લિસ્ટમાં 56.91 કરોડ રૂપિયની કમાણી સાથે ‘સત્યમેવ જયતે’છઠ્ઠા નંબર પર આવી ગઈ છે. આ ફિલ્મે 41.01ની વિકેન્ડ કમાણી કરનારી અજય દેવગનની ફિલ્મ રેડ ને પણ પાછળ છોડી છે.
નવી દિલ્હી: 15મી ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી જોન અબ્રાહમની ફિલ્મ ‘સત્યમેવ જયતે’ એ પહેલા વિકેન્ડમાં બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રેકોર્ડ બનાવી લીધો છે. જૉન અબ્રાહમની ફિલ્મે બોક્સ ઓફિસ પર અક્ષય કુમારની ‘પેડમેન ’અને અજય દેવગનની ‘રેડ’ જેવી ફિલ્મોને પણ કમાણી મામલે પાછળ છોડી દીધી છે. સત્યમેવ જયતે ફિલ્મ વર્ષ 2018ની છઠ્ઠી સૌથી મોટી વિકેન્ડ ઓપનર ફિલ્મ બની ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -