બોલિવૂડ:એક્ટ્રેસ સૌમન્યા ટંડન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેનો ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.

આ વીડિયોમાં સૌમ્યા ટંડન ફિલ્મ પદ્માવતના સોન્ગ ઘૂમ્મરપ પર ડાન્સ કરતી જોવા મળે છે. સૌમ્યાએ તેમનો આ વીડિયો તેમની  યૂટ્યૂબ ચેનલ પર પોસ્ટ કર્યો છે. તે ખૂબ સુંદર એક્સપ્રેશન સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે.

આ વીડિયો 23 જાન્યુઆરીએ પોસ્ટ કરવામાં આવ્યો છે. લાખથી વધુ લોકો તેને જોઇ ચૂક્યાં છે તો 24 હજારથી વધુ લાઇક્સ મળી છે.


સૌમ્યા ટંડને તેમની કારર્કિદીની શરૂઆત ટીવી શો “ઐસા દેશ હૈ મેરા”થી કરી હતી. ત્યારબાદ ‘મેરી આવાજ કો મિલ ગઇ રોશની’   ‘કોમેડી સર્કસ કે તાનસેન’  મલ્લિકા એ કિચન ઓન એર, શોમાં કામ કરી ચૂકી છે. ઉપરાંત તે ડાયરક્ટર અલી ઇમ્તિયાઝની ફિલ્મ ‘જબ વી મેટ’માં પણ કામ કરી ચૂકી છે.