નવી દિલ્હીઃ એન્ડ ટીવીના લોકપ્રિય શો ભાભીજી ઘર પર હૈની ગોરી મેમ એટલે કે સૌમ્યા ટંડનના ઘરમાં આગ લાગી હતી. જે તસવીર સામે આવી છે તેમાં સામાન સળગી ગયો હોય તે સ્પષ્ટ જોવા મળે છે. ઘરમાં આગ લાગી હોવાની જાણકારી ખુદ સૌમ્યા ટંડને પોતાના ફેન્સને આપી છે.


સૌમ્યાએ 21 ફેબ્રુઆરીએ સવારે એક તસવીર ટ્વીટ કરી જેમાં સામાન સળગી ગયો હોય તે સ્પષ્ટ જોવા મળતું હતું. સૌમ્યાએ તેની સાથે જ લખ્યું છે- ઘરમાં આગ લાગી હતી. આ ઘટનાથી ત્રણ વસ્તુ શીખી છું. પ્રથમ- બેડ પાસે ક્યારેય મચ્છર મારવાની કોઈલ સળગાવીને ન ઉંઘવું અથવા ઉંઘતા પહેલા તેને બંધ કરી દો. બીજું- લાઈટ પ્લગમાં લૂઝ કનેક્શન ન રાખો અને ત્રીજું આગ ઓલવવાના ઉપકરણો રાખો અને તેને ચલાવવાનું પણ શીખો.



આ ઘટના બાદ સૌમ્યા ટંડનના ફેન્સ ખૂબ જ પરેશા છે અને ટ્વીટમાં રિપ્લાઈમાં તેના હાલ વિશે પૂછી રહ્યા છે. સૌમ્યા ટંડને ટ્વિટના માધ્યમથી જણાવ્યું કે, આ આગમાં કોઈ વ્યક્તિને નુકસાન નથી થયું. લોકો તેના બાળક વિશે પૂછી રહ્યા છે કે તે ઠીક છે કે નહીં.