મુંબઈ: એક તરફ કોરોના સંક્રમણના કારણે દેશમાં લોકોની નોકરી જઈ રહી છે તો બીજી તરફ જાણીતી ટીવી એક્ટ્રેસ સૌમ્યા ટંડને સુપરહિટ સીરિયલ 'ભાભીજી ઘર પર હૈ' ને અલવિદા કહી દિધુ છે. 21 ઓગસ્ટે સૌમ્યા ટંડને શોના સેટ પર પોતાની ફેરવેલ સેલિબ્રેટ કરી હતી, જ્યાં શોની સમગ્રે ટીમે સૌમ્યાને વિદાઈ આપી હતી.
હવે સૌમ્યાના શો છોડવાના કારણને લઈને લોકોમાં ખૂબ ચર્ચામાં ચાલી રહી છે કારણ કે રિપોર્ટ છે કે સૌમ્યાએ સલમાન ખાનનના શો 'બિગ બોસ 14' માં એન્ટ્રી કરવા માટે ટીવી સીરિયલ 'ભાભીજી ઘર પર હૈ' છોડી દિધી છે.
હવે આ રિપોર્ટ્સ પર સૌમ્યા ટંડને પ્રતિક્રિયા આપી છે. સૌમ્યાએ પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે તેણે 'ભાભીજી ઘર પર હૈ'ને 'બિગ બોસ 14' માં એન્ટ્રી કરવા માટે નથી છોડ્યો. તેણે જણાવ્યુંકે મને 'બિગ બોસ' ની ઓફર મળી હતી, આ પહેલા પણ મને આ શો માટે ઓફર મળી છે પરંતુ ભાભીજી ઘર પર હૈ છોડવા પાછળ બિગ બોસ કારણ નથી. હું બિગ બોસમાં નથી જઈ રહી કારણ કે મને લાગે છે કે હું તેના માટે સક્ષમ નથી અને ન તો આ શો મારા માટે છે.
જ્યારે સૌમ્યાને પૂછવામાં આવ્યું કે જો બિગ બોસ નથી તો તેમના શો છોડવાનું કારણ શું તો તેણે કહ્યું મે પોતાના કૉન્ટ્રાક્ટ નથી વધાર્યો. હવે તે એક કલાકાર તરીકે પોતાના કરીયરને આગળ લઈ જતા પ્રોજેક્ટ પર કામ કરવા માંગે છે. તેણે કહ્યું ભાભીજી ઘર પર હૈ શોએ તેના ગ્રોથમાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. પરંતુ પોતાના કરિયરના આગામી પાંચ વર્ષ આ ભૂમિકામાં નથી આપી શકતી.
સૌમ્યા ટંડને 'ભાભીજી ઘર પર હૈ' સીરિયલ 'બિગ બોસ 14'માં એન્ટ્રી માટે છોડી ? જાણો એક્ટ્રેસે શું કહ્યું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Aug 2020 09:47 PM (IST)
21 ઓગસ્ટે સૌમ્યા ટંડને શોના સેટ પર પોતાની ફેરવેલ સેલિબ્રેટ કરી હતી, જ્યાં શોની સમગ્રે ટીમે સૌમ્યાને વિદાઈ આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -