મુંબઈ: ટીવી શો 'ભાભી જી ઘર પર હૈ'ના ફેન્સને એ જાણીને ખૂબ જ નિરાશા થશે કે ટૂંક સમયમાં અનીતા ભાભીની ભૂમિકા નિભાવનારી એક્ટ્રેસ સૌમ્યા ટંડન શો છોડવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ અનુસાર સૌમ્યા હવે આ શોમાં કામ કરવા નથી માંગતી એટલે શોના કોન્ટ્રાક્ટને આગળ નહી વધારે. 21 ઓગસ્ટ અટલે કે શુક્રવારે સૌમ્યા ટંડનનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ રહ્યો છે.



છેલ્લા ઘણા સમયથી સૌમ્યાના શો છોડવાને લઈને રિપોર્ટ સામે આવી રહ્યા હતા. પરંતુ હવે સૌમ્યા ટંડને જ આ રિપોર્ટને સાચા ગણાવ્યા છે. હાલમાં જ સૌમ્યાએ પોતાના એક ઈન્ટરવ્યૂમાં તેના વિશે વાત કરતા કહ્યું કે 'એવા સમયમાં પાક્કી નોકરી અને પોપ્યૂલર શો છોડવાનો નિર્ણય અજીબ લાગે છે. પરંતુ હું સમજુ છું કે માત્ર રેગુલર આવકથી એક્સાઈટમેન્ટ નથી હોતું. હું હવે એવા પ્રોજેક્ટ પર કામ કરવા માંગુ છું જે એક એક્ટર તરીકે મને સાબિત કરે.'



સૌમ્યાએ પોતાના ઈન્ટરવ્યૂમાં કહ્યું આ શો સાથે મારી અત્યાર સુધીની સફર ખૂબ જ સારી રહી છે. હું શોમાં અનિતા ભાભીની ભૂમિકા છેલ્લા પાંચ વર્ષથી નિભાવ રહી છું અને મને નથી લાગતું કે હવે મારે આગળના પાંચ વર્ષ આ શોને આપવા જોઈએ. મને આ શોની ટીમની ખૂબ જ યાદ આવશે પરંતુ હવે હું કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી રિસ્ક લેવા માંગુ છું.