નડિયાદના દિગ્ગજ નેતાએ લમણે ગોળી મારીને કરી લીધી આત્મહત્યા, મોતથી ખળભળાટ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Aug 2020 04:10 PM (IST)
નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ શાહે પોતાના સર્વિસ રિવોલ્વરથી લમણે ગોળી મારી કરી આત્મહત્યા.
ખેડાઃ નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ શાહે આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ગુતાલ સ્થિત તેમના ફાર્મ હાઉસ પર આત્મહત્યા કરી લીધી છે. જોકે, આત્મહત્યાનું કારણ અકબંધ છે. દિલીપભાઈ શાહ છેલ્લા ઘણા સમયથી આર્થિક ભીંસમાં હોવાની ચર્ચા ચાલી રહી હતી. તેમની આત્મહત્યાના સમાચાર મળતા નડિયાદ પોલીસના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા છે. એટલું જ નહીં, શહેરની જાણીતી હસ્તીઓ પણ ફાર્મ હાઉસ ખાતે દોડી આવી છે. પોતાની પાસેની લાયસન્સવાળી પિસ્તોલથી પોતાના લમણા પર મારી ગોળીને આત્મહત્યા કરી લીધી છે. ફાર્મ હાઉસ ખાતે ખાટલા પર હત્યા કરાયેલી લાશ મળી આવી છે. લાશની બાજુમાં સર્વિસ રિવોલ્વર પણ મળી આવી છે.